બાળપણમાં મોબાઈલની લત યુવાવયે હૃદય નબળું પડવાનું કારણ
14500 શિશુઓ પર અધ્યયન: અધ્યયન માટે સંશોધકોએ 1990 અને 1991માં જન્મેલ 14500 શિશુઓની યુવાવસ્થામાં જીવન સુધી તેમના સ્વાસ્થ્ય અને જીવન શૈલી પર નજર રાખવામાં આવેલી.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જેનું ખાસ કારણ હજુ બહાર નથી આવ્યુ પણ એક સંશોધનમાં બાળકોને મોબાઈલની લત યુવાનીમાં હૃદય નબળું બનવાનું કારણ બનતું હોવાનું બહાર આવ્યું છે. બાળપણમાં સ્ક્રીન પર વધુ સમય વીતાવવાથી હૃદયરોગનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં યુવાનોમાં હૃદય રોગના હુમલા અને સ્ટોકની સંભાવના વધી જાય છે. કુઓપિયોમાં પુર્વી ફિનલેન્ડ વિશ્વવિદ્યાલય અને યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023માં પ્રસ્તુત નવા અધ્યયનમાં સંશોધકોના અનુસાર બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન ટેલિવિઝન, વિડીયો ગેમ, મોબાઈલ ફોન અને ટેબલેટ સામે વધુ સમય વીતાવવાના કારણે બાળકો શારીરિક ગતિવિધિ નથી કરતા, એક જ જગ્યાએ બેસી રહે છે, આથી હૃદય પર વજન વધી જાય છે. આ અભ્યાસ ફિનલેન્ડ વિશ્વવિદ્યાલયના એન્ડ્રયુ એગ્બાજના નેતૃત્વમાં કરાયું હતું.
14500 શિશુઓ પર અધ્યયન: અધ્યયન માટે સંશોધકોએ 1990 અને 1991માં જન્મેલ 14500 શિશુઓની યુવાવસ્થામાં જીવન સુધી તેમના સ્વાસ્થ્ય અને જીવન શૈલી પર નજર રાખવામાં આવેલી. આ અભ્યાસમાં જે બાળકોને સામેલ કરવામાં આવેલા, તેમાંથી 766 (55 ટકા છોકરીઓ અને 45 ટકા છોકરાઓ)ને 11 વર્ષની વયે એક સ્માર્ટ ઘડિયાળ પહેરવાનું કહેવામાં આવ્યું હતું.
આ સ્માર્ટ ઘડિયાળ 7 દિવસ સુધી તેમની ગતિવિધિ પર નજર રાખતી હતી. 15 વર્ષની વયે તેમને આનુ પુનરાવર્તન કરવાનું કહેવામાં આવ્યું, પછી 24 વર્ષની વયે પણ પુનરાવર્તન કરવાનું કહેવામાં આવ્યું. 17 અને 24ની વયમાં પ્રત્યેક ભાગ લેનારના હૃદયની તપાસ કરવામાં આવી, જેને બાદમાં ઉંચાઈ, લિંગ, બ્લડ પ્રેસર, શરીરમાં ચરબી, તમાકુનો ઉપયોગ, શારીરિક ગતિવિધિ અને સામાજીક-આર્થિક સ્થિતિ માપવામાં આવી હતી.
બાળકોની ભાષાના વિકાસ પર અસર, સ્થુળતા, નિંદ્રા ન આવવા સંબંધી સમસ્યા, ડિપ્રેસન, એંગ્ઝાયટી અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. બાળકોમાં આક્રમક પ્રવૃતિનો વ્યવહારનો ખતરો, લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાથી સુકાઈ જતા આંખો, માથામાં દુ:ખાવો અને જોવામાં તકલીફ જેવી સમસ્યા પેદા થાય છે.
માતા-પિતા-બાળકો-કિશોરોને વધુ હરવા-ફરવા માટે પ્રોત્સાહીત કરે અને તેમના ટીવી જોવા, સોશિયલ મીડીયા અને વિડીયો ગેમના ઉપયોગનો સમય ઘટાડે.



