ભારત

પાઠયપુસ્તકોમાં હવે ઈન્ડીયા બદલે ભારત ઈતિહાસ બદલાશે

એનસીઈઆરટીનો સર્વાનુમતે નિર્ણય: નવા પાઠયપુસ્તકોથી અમલ: અંગ્રેજોએ ભારતને અંધકારમય-અજ્ઞાનીઓનો દેશ ચિતર્યો તો તે અભ્યાસક્રમ પણ બદલાશે

જી-20 દેશોના રાષ્ટ્રવડાઓની શિખર પરિષદમાં રાષ્ટ્રપતિ ડો. દ્રૌપદી મુર્મુએ ડીનર માટે પાઠવેલા આમંત્રણમાં પ્રેસીડેન્ટ ઓફ ઈન્ડીયાના બદલે ‘ભારત કે રાષ્ટ્રપતિ’ તરીકે આમંત્રણ અપાયા બાદ દેશનું સતાવાર નામ ‘ઈન્ડીયા’ નહી પણ ભારત રહેશે તે નિશ્ર્ચિત કરવા કેન્દ્રની મોદી સરકારે હવે તે ભણી વધુ એક કદમ માંડયું છે તથા હવે નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઈઆરટી) એ હવે નવા પ્રસિદ્ધ થનારા તમામ પાઠયપુસ્તકમાં પણ ‘ઈન્ડીયા’ને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. એનસીઈઆરટીની આ દરખાસ્ત તેના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારી લેવાઈ છે. ચાર માસ પુર્વે જ આ દરખાસ્ત મુકવામાં આવી હતી અને હવે તે સ્વીકારવામાં આવી છે. દેશનું સતાવાર નામ ‘ભારત’ કરવાના મોદી સરકારના પ્રયાસો સામે વિપક્ષોએ વિરોધ કર્યો હતો પણ સરકાર તેની પરવા વગર આગળ વધી રહી છે. જી.20ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેઈમ પ્લેટમાં પણ ઈન્ડીયાના બદલે ‘ભારત’ લખાયું હતું. બંધારણમાં ઈન્ડીયા- એટલે કે ભારત એમ બન્ને શબ્દનો ઉપયોગ થયો છે.

આ ઉપરાંત એનસીઈઆરટીએ હવે પાઠયપુસ્તકોમાં મોગલ કે અન્ય વિદેશી હુમલાખોરોનો જે વિજયગાથા છે તેના બદલે તેમની સામે લડનાર હિન્દુ શાસકો અને લડવૈયાઓના વિજયની ગાથા નજરે ચડશે. એક પેનલ મેમ્બર બી.આઈ.આઈસેકના જણાવ્યા મુજબ પાઠયપુસ્તકોમાં જુના ઈતિહાસને બદલે ભારત સાથે જોડાયેલ સાંસ્કૃતિક-ઈતિહાસ રજૂ કરશે જેને કલાસીકલ-હીસ્ટ્રી નામ અપાયું છે. બ્રિટીશ શાસકોએ ભારતમાં અજ્ઞાનતા તથા કોઈ વૈજ્ઞાનિક અભિગમ વગરના ભારતને ચિતર્યા હતા તેના સ્થાને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથેના ભારતનું ચિત્ર હશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button