ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 26 October 2023

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
26 /10 /2023 ગુરુવાર

માસ આસો ,પક્ષ શુક્લ , તિથિ બારસ સવારે 9.43 પછી તેરસ , નક્ષત્ર પૂર્વભાદ્રપદ સવારે 11.25 પછી ઉત્તરભાદ્રપદ
યોગ ધ્રુવ સવારે 8.48 પછી વ્યાઘાત , કરણ બાલવ સવારે 9.43 પછી કૌલવ

મેષ (અ.લ.ઈ.) :- કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વધારો થશે .

વૃષભ (બ.વ.ઉ.) :- સહકારી સરકારી કામમાં સફળતા મળશે  નવા કરેલા કાર્યો ફળદાયી બનશે નોકરી બાબતે સારા સમાચાર મળશે ધંધામાં લાભ મેળવી શકશો  .

મિથુન (ક.છ.ઘ.) :- કામમાં નિરાશાનો અનુભવ થશે સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે
ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે  ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે  .

કર્ક (ડ.હ.) :- જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે .

સિંહ (મ.ટ.) :- દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે  સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે શુભ કાર્યોમાં સફળતા મળશે નોકરીમાં બઢતીની તકો મળશે  .

કન્યા (પ.ઠ.ણ.) :- ધંધાકીય કામકાજમાં સફળતા મળશે પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો  આત્મવિશ્વાસમાં વધારો થશે
ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) :- ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે  ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે નોકરીમાં નવી તકો મળશે
સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.) :- પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે  જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે  નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) :-  ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશેમન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે

મકર   (ખ.જ.) :- વાદ-વિવાદવાળા કામથી બચવું આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે
પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.) :-  ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે
સંતાનો સાથે સમય વિતાવી શકશો  પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) :- માનસિક તનાવ રહેવાની સંભાવના છે કામમાં સાધારણ સફળતા મળશે  પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું
નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું

News Click 24

Poll not found

Related Articles

Back to top button