દેશમાં વન નેશન વન ઇલેક્શન અંગે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતીની બીજી બેઠક આયોજીત થઇ હતી
દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા અંગે રચાયેલી કમિટીની બીજી મીટિંગ આયોજીત કરવામાં આવી. જેમાં લૉ કમીશનને તૈયાર કરાયેલા રોડમેપને રજુ કર્યો હતો.

દેશમાં વન નેશન વન ઇલેક્શન અંગે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતીની બીજી બેઠક આયોજીત થઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ ઉપરાંત કાયદાપંચના ચેરમેન ઋતુ રાજ અવસ્થી હાજર રહ્યા હતા. આ દરમિયાન લૉ કમીશનની તરફથી એક રોડમેપ રજુ કરવામાં આવ્યો.
સુત્રોએ જણાવ્યું કે, બેઠકમાં લૉ કમીશને માહિતી આપી છે કે, વન નેશન, વન ઇલેક્શનને જો દેશમાં લાગુ કરવું છે તો તેના માટે કાયદો અને સંવિધાનમાં સંશોધન કરવા પડશે.
આ ઉપરાંત કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, નાણા કમિશનના પૂર્વ ચેરમેન એનકે સિંહ, લોકસભા પૂર્વ મહાસચિવ સુભાષ સી કશ્યપ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને પૂર્વ સીવીસી સંજય કોઠારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જો કે ત્યાર બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ કમિટીમાં જોડાશે નહી.



