ભારત

ખુદ NDAના મુખ્યમંત્રીના વિરોધથી મોદી તો મિઝોરમ પ્રવાસ રદ

મણીપુર મુદે વિવાદ: અગાઉ જ મોદી સાથે સ્ટેજ પર બેસવાનો ઈન્કાર કર્યો હતો

વડાપ્રધાન મોદી 30મી ઓકટોબરે મિઝોરમ જતા હતા, જયાં તેમણે મિઝોરમ-ત્રિપુરા-બાંગ્લાદેશ સીમા પર તામિત વિધાનસભા ક્ષેત્રનો પ્રવાસ કરવાનો હતો અને ત્યાં ચુંટણી પ્રચાર માટે રેલી પણ કરવાના હતા પરંતુ મોદીએ અચાનક પોતાની મિઝોરમ યાત્રા રદ કરી નાખી છે અને તેમની જગ્યાએ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ મિઝોરમ જશે, અલબત, હજુ અમીત શાહની મિઝોરમ યાત્રાની તારીખ નકકી નથી થઈ.

ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં ભાજપ સમર્થિત સરકાર છે અને મુખ્યમંત્રી જોરમ થાંગા મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ના નેતા છે. એમએનએફ એનડીએનું એક ઘટક છે પરંતુ આ સપ્તાહની શરૂઆતમાં મિઝોરમમાં વિવાદ ઉભો થયો હતો. મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે જો વડાપ્રધાન રાજયના પ્રવાસે આવશે તો હું તેમની સાથે મંચ પર હાજર નહીં રહું. જોરમથાંગાએ પડોશી રાજય મણીપુરમાં ચર્ચા પર કથિત હુમલા માટે બહુમતી મૈતેઈ સમુદાયને દોષી ઠેરવ્યા હતા.

શું બોલ્યા હતા જોરમથાંગા: મણીપુરમાં ભાજપની સરકાર છે. જોરમથાંગાએ કહ્યું હતું કે આ ભાજપના નજીક હોવાનો સમય નથી. જોરમથાંગાએ જણાવ્યું હતું કે મિઝોરમના લોકો ઈસાઈ હોવાના નાતે એમએનએફ પર તેની નકારાત્મક અસર પડશે, જો તે મણીપુરમાં થયેલી ઘટનાને ધ્યાનમાં લઈ ભાજપની સાથે મળીને કામ કરશ તો.

ભાજપ અને મિર્ઝા વચ્ચે વિવાદ?: ભાજપ મિઝોરમ વિધાનસભાના પુર્વ અધ્યક્ષ લાલરિન બિયાના સેલોને મામિતના ચુંટણી જંગમાં ઉતાર્યા છે. સેલોએ સ્પીકરની સાથે સાથે મિર્ઝા નેશનલ ફ્રન્ટના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. સતારૂઢ એમએનએફ પાસેથી ટિકીટ ન મળ્યા બાદ તે ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button