ભારત

આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો અથડાઈ જેમાં 11 લોકોના મોત થયા છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો વિશે કહ્યું કે ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે

પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ અનુસાર, વિજયનગરમથી રાયગડા જતી ટ્રેન તે જ રૂટ પર વિશાખાપટ્ટનમથી પલાસા જતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયા બાદ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા

આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં વિશાખાપટ્ટનમથી રાયગડા જતી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 9 મુસાફરોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ 18 મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પીએમ મોદીએ રેલ્વે મંત્રી પાસેથી દુર્ઘટના અંગે માહિતી લીધી છે.

રેલ્વેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળેથી ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે આ બે ટ્રેનો વચ્ચેની ટક્કરનો મામલો છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે માહિતી આપી હતી કે ટ્રેક સાફ થઈ ગયો છે. વિશાખાપટ્ટનમ-પલાસાથી આગળના 11 કોચને આગળના અલામંદા સ્ટેશન પર ખસેડવામાં આવ્યા છે, જ્યારે વિશાખાપટ્ટનમ-રાયગડાથી આગળના 9 કોચને પાછલા સ્ટેશન કાંતકપલ્લે પર ખસેડવામાં આવ્યા છે. પાટા પરથી ઉતરી ગયેલા અને અસરગ્રસ્ત કોચ સિવાય તમામ કાટમાળ સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યો છે.

પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ અનુસાર, વિજયનગરમથી રાયગડા જતી ટ્રેન તે જ રૂટ પર વિશાખાપટ્ટનમથી પલાસા જતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયા બાદ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ રેલ્વે દુર્ઘટનામાં બે ટ્રેનો ટકરાઈ છે. રેસ્ક્યુ ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવાના આદેશો જારી કર્યા છે. ઘાયલોને સારી સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય
આ મોટી દુર્ઘટનાને લઈને PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.

રેલવે મંત્રાલયે હેલ્પલાઇન નંબર જારી કર્યા
આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. BSNL નંબર 08912746330, 08912744619 એરટેલ સિમ 8106053051, 8106053052 બીએસએનએલ સિમ 8500041670, 8500041671.

News Click 24

Poll not found

Related Articles

Back to top button