એપલ માટે ભારત હવે કમાઉ દિકરો: આવક રૂા.50000 કરોડ
રૂા.18140 કરોડ વિદેશી હુંડીયામણ સ્વરૂપે બહાર મોકલ્યા

વિશ્વવિખ્યાત ફોન નિર્માતા કંપની એપલ માટે ભારત હવે ‘કમાઉ દિકરો’ સાબીત થવા જઈ રહ્યું છે. એપલ ઈન્ડીયાનો ભારતમાં વ્યાપાર રૂા.50000 કરોડના એક નવા માઈલસ્ટોનને પાર કરી ગયા છે. 2022/23માં એપ્પલના વેચાણમાં 48%ના વધારા સાથે એ 49321 કરોડ નોંધાયો હતો અને તેનો નેટ પ્રોફીટ- ચોખ્ખો નફો રૂા.2229 કરોડ થયા છે.
રજીસ્ટર ઓફ કંપની પાસે એપલ એ જે તેના રેગ્યુલર હિસાબ ફાઈલ કર્યો તેના પરથી આ આંકડા મેળવાય છે. કંપનીને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી વિકાસનો લાભ મળ્યો છે અને તેના કારણે એપ્પલ જે તેનો નફો અમેરિકાની પેરેન્ટ કંપનીને ટ્રાન્સફર કરે છે. તેમાં નેટ ફોરેન એકસચેંજ 2% વધીને રૂા.18140 કરોડ એપ્પલના કારણે દેશ બહાર ગયા છે.
ભારતમાં જે પ્રિમીયમ હેન્ડસેટ માર્કેટ જે રૂા.45000 કે તેથી વધુ મોંઘા ફોનનું છે. તેમાં એપ્પલનો હિસ્સો 56% છે. જો કે એપ્પલના કારણે વિદેશી હુંડીયામણ કમાણી 38% વધીને રૂા.2262 કરોડ થઈ છે.
મોબાઈલ ફોન બજારના નિષ્ણાંતો કહે છે કે કંપની હજું આગામી થોડા વર્ષો સુધી ભારતમાં અત્યંત ઝડપથી વધુ બજાર- વધુ નફો મેળવશે. કંપની તેના ફકત આઈફોન જ નહી વિદેશની માફક તેથી વધુ સેવાઓ ભારતમાં લોન્ચ કરીને તેનો દબદબો વધારશે. વિદેશમાં એપ્પલ ટીવી સહિતની ઘણી ડિમાન્ડ છે.



