ભારત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે 30 ઓક્ટોબર નોટિસ જારી કરીને તેને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો હતો.
અરવિંદ કેજરીવાલને નોટિસ મળતાં દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જે રીતે હવે ઈડીએ અરવિંદ કેજરીવાલને બીજી તારીખનું સમન્સ મોકલ્યું છે. જેનાથી સ્પષ્ટ થયું છે કે, કેન્દ્ર સરકાર કોઈપણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીની નવી દારૂ નીતિ સંબંધિત મામલાને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ સોમવારે (30 ઓક્ટોબર) નોટિસ જારી કરીને તેને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ પહેલા સોમવારે જ દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચેલા આમ આદમી પાર્ટી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હીની નવી દારૂની નીતિ સાથે જોડાયેલા મામલામાં પૂછપરછ માટે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલવામાં આવી છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
Poll not found