ચૂંટણી પહેલા આપમાં ડખો, ગુજરાતના બે નેતાને પાર્ટીમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો કારણ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની પ્રથમ યાદી જાહેર કરી છે

ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાના પક્ષને લગતા કામોને વધુ સરળ બનાવવા માટે કમર કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ પક્ષને મજબૂત બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે, અને સાથે સાથે પક્ષ વિરોધી ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ અંતર્ગત આજે ભરૂચમાંથી બે મોટા નેતાોને પક્ષમાથી સસ્પેન્ડ કરવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાને મજબૂત કરવા માટે કામ શરૂ કરી દીધુ છે. હાલમાં જ ભરુચમાંથી આમ આદમી પાર્ટીના નેતા સાદિક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યુ છે કે, સાદીક લવલી અને ઝહીરૂદ્દીન શેખને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાદિક લવલી પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા આજે રાજસ્થાન કોંગ્રેસે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસની ત્રીજી યાદીમાં કુલ 19 ઉમેદવારોના નામ છે. AAP અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી, જેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી હતી. કારણ કે 23 નવેમ્બરે મોટી સંખ્યામાં લગ્નો થવાના કારણે ચૂંટણીની તારીખ બદલવામાં આવી હતી. ઘણી સંસ્થાઓએ આ અંગેની માંગણી કરી હતી.
નોંધનીય છે કે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ રાજસ્થાનમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસે ગુરુવારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે તેની ત્રીજી યાદી જાહેર કરી જેમાં 19 ઉમેદવારોને સ્થાન મળ્યું હતું. આ લિસ્ટની ખાસ વાત એ છે કે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના ઘણા સમર્થકોને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધારાસભ્યો હરીશ મીણા, રાકેશ પારીક, ગજરાજ ખટાણાને તક આપવામાં આવી છે.
પાર્ટીએ આ યાદીમાં બે મહિલા ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ધોલપુરથી ભાજપના ધારાસભ્ય રહેલા સૌથી લોકપ્રિય ચહેરા સોભા રાની કુશવાહાને ટિકિટ આપી છે, દરમિયાન બગરુથી ધારાસભ્ય ગંગા દેવીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં મોટાભાગના નામો ગત વખતે પણ ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધી 95 નામ જાહેર કર્યા છે