ભારત

બાળકો પર એન્ટીબાયોટીકની ચિંતાજનક રીતે ઘટતી અસર

દવાઓ અસરહિન થતા ન્યુમોનિયા જેવા ગંભીર રોગે વિકસીત થવાનું જોખમ

એન્ટીબાયોટીક રેજીસ્ટન્સની વધતી સમસ્યાના કારણે બાળકો-શિશુઓને સામાન્ય સંક્રમણમાં સારવાર માટે આપવામાં આવતી અનેક દવાઓ હવે અસરકારક રહી નથી. દુનિયાભરના બાળકોમાં આ અસર જોવા મળી રહી છે. ‘ધી લાન્સેટ’ જર્નલમાં નવીનતમ અધ્યયનમાં આ જાણકારી આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયામાં સિડની વિશ્વ વિદ્યાલયના સંશોધકોએ જાણ્યું કે, ન્યુમોનિયા સેપ્સિસ (રકત પ્રવાહ સંક્રમણ) અને મેનિનજાઈટીસ જેવા બાળપણમાં થતા સંક્રમણોના ઈલાજ માટે ડબલ્યુએચઓ દ્વારા નિર્દેશિત અનેક એન્ટીબાયોટીક દવાઓ હવે 50 ટકાથી પણ ઓછી અસરકારક સાબીત થઈ રહી છે.

આ મોટો ખતરો છે જેથી બાળકોમાં ગંભીર રોગ વિકસીત થવાનું જોખમ થઈ શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, દક્ષિણ પુર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર એન્ટીબાયોટીક દવાઓની ઓછી થતી અસરનો સૌથી વધુ શિકાર છે. અહીં દર વર્ષે એન્ટીબાયોટીક પ્રતિરોધના કારણે લાખો બાળકોના અકાળે મોત થાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button