હિરાસર ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બેરોજગાર યુવા વર્ગનો મેળાવડો
એર ઈન્ડિયા દ્વારા કંપનીમાં 60 ખાલી જગ્યા માટે ઓપન ભરતી પ્રક્રિયા: ડિમાન્ડ ડ્રાફટ નહીં લાવનારને ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ અપાયો

રાજકોટ નજીક હીરાસર પાસે નવું ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયા બાદ એર લાઈન્સ કંપનીઓએ હવાઈ સેવાના વ્યાપ વધારવા સાથે મેનેજમેન્ટ માટે અધિકારીઓ- કર્મચારીઓની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં એર ઈન્ડિયા એર લાઈન્સ કંપનીમાં એરપોર્ટમાં ખાલી પડેલી જગ્યા ભરવા ઓપન ઈન્ટરવ્યું લેવામાં આવ્યા છે.
એર ઈન્ડિયા ટાટા કંપનીમાં 60 ખાલી જગ્યા માટે ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ- રાજકોટ ખાતે ઓપન ભરતી પ્રક્રિયા હાથ ધરાતા બેરોજગાર યુવા વર્ગ નોકરી મેળવવા ઉમટયો હતો.
એર ઈન્ડિયા ટાટાની ઓપન ભરતી માટે ઉમેદવાર દીઠ રૂા.500નો ડિમાન્ડ ડ્રાફટ ફરજીયાત રાખવામાં આવેલ. કોઈ કારણોસર ડિમાન્ડ ડ્રાફટ નહીં લાવનારા માટે સ્થળ ઉપર ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કંપનીએ ભરતી માટે રૂા.500નો ડિમાન્ડ ડ્રાફટ ફરજીયાત માંગતા બેરોજગારોમાં નારાજગી પ્રવર્તી હતી.
એર ઈન્ટિયા ટાટાની એર એરપોર્ટ સર્વીસ પ્રા.લી. દ્વારા ડેપ્યુટી મેનેરજ-1, ડેપ્યુટી ઓફીસર-1, જુનીયર ઓફીસર ટેકનીકલ -1, સીનીયર કસ્ટમર સર્વીસ એકઝીકયુટીવ-3, કસ્ટમર સર્વિસ એકઝીકયુટીવ-6, જુનીયર ક્સ્ટમર સર્વિસ એકઝી.-12, સીનીયર રેમ્પ સર્વિસ એકઝી-3, યુટીલીટી એજન્ટ-6 હેન્ડમેન-15 અને હેડવુમન-10 ખાલી જગ્યા માટે ઓપન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
એર ઈન્ડિયા દ્વારા ઓપન ભરતી માટે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બેરોજગાર નોકરી વાંચ્છુક 800થી વધુ ઉમેદવારો ઉમટયા હતા.