ભારત

દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.દિલ્હીની હવા ઝેરી બની રહી છે. હવામાં ધુમ્મસની ચાદર છે. દિવાળી પહેલા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર કરી ગયો છે, જે પ્રદૂષણનું જોખમી સ્તર છે

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે સવારે 07 વાગ્યે AQI 450 નોંધાયો, જે ગંભીર શ્રેણીમાં આવે છે

દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે.દિલ્હીની હવા ઝેરી બની રહી છે. હવામાં ધુમ્મસની ચાદર છે. દિવાળી પહેલા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને પાર કરી ગયો છે, જે પ્રદૂષણનું જોખમી સ્તર છે. સ્થિતિ એવી છે કે લોકોને આંખોમાં અને છાતીમાં બળતરા થવા લાગી છે. આજે એટલે કે 03 નવેમ્બરે દિલ્હીમાં સવારે 7 વાગ્યાની આસપાસ AQI 400થી વધુ નોંધાયો. જ્યારે ગઈકાલે સાંજની વાત કરીએ તો દિલ્હીમાં AQI 392 નોંધવામાં આવ્યો હતો. સ્પષ્ટ છે કે દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે.

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે સવારે 07 વાગ્યે AQI 450 નોંધાયો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે, આજે સવારે 7 વાગ્યા સુધી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400થી વધુ નોંધવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને GRAP-III લાગુ કરવામાં આવ્યો છે. GRAP-III હેઠળ, દિલ્હી-NCRમાં બિન-જરૂરી બાંધકામ (કંસ્ટ્ર્કશનના કામ) , પથ્થર તોડવા અને ખાણકામને રોકવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહ દરમિયાન દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં પ્રદૂષણના સ્તરમાં વધારો થવાની ચેતવણી જાહેર કરી છે. આ ચિંતાજનક છે કારણ કે ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પહેલેથી જ 450થી વધુ છે.

તો દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક સ્કૂલ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાણકારી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દિલ્હીમાં આગામી 2 દિવસ ધોરણ 5 સુધીની સ્કૂલો બંધ રહેશે. સતત વધતા પ્રદૂષણને લઈ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય શુક્રવારે બપોરે એક દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં છે. આજે સવારે 7 વાગ્યા સુધીના આંકડા અનુસાર, અલીપુરમાં AQI 439 નોંધવામાં આવ્યો હતો. જ્યારે ITO ખાતે AQI 433 નોંધવામાં આવ્યો. જો એનસીઆરની વાત કરીએ તો નોઈડાના સેક્ટર 62 વિસ્તારમાં AQI 483 નોંધવામાં આવ્યો હતો. જ્યારે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ વિસ્તારમાં AQI 391 નોંધવામાં આવ્યો.

દિલ્હીના અશોક વિહાર વિસ્તારાં AQI 430 નોંધાયો, જ્યારે બવાનામાં AQI 496, બુરાડી ક્રોસિંગમાં AQI 463, દ્વારકા સેક્ટર 8માં AQI 480, IGI એરપોર્ટ AQI 473, જહાંગીરપુરીમાં AQI 491 નોંધાયો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button