ગાઝામાં ઇઝરાયલના હુમલા વધ્યા કુલ 10 હજાર મોતનો હમાસનો દાવો
ગાઝામાં હોસ્પિટલ અને શરણાર્થી કેમ્પને પણ નિશાન બનાવ્યા : ઇઝરાયલનો જવાબ આતંકીઓને શરણ અપાય છે

ઇઝરાયલ પર ગત તા.7ના રોજ હમાસના હુમલા બાદ હવે ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં અંદર સુધી ઘુસીને મોટા હુમલા ચાલુ કર્યા છે અને બીજી તરફ અમેરિકાએ ગાઝા ઉપર ડ્રોન ઉડાડીને બંધકોને કયા છુપાવ્યા છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
યુધ્ધના પ્રારંભે જ હમાસ દ્વારા ઇઝરાયલ અને અમેરિકાના સહિતના 250 નાગરિકોને બંધક બનાવ્યા હતા જેમાં બહુ થોડાનો છુટકારો થયો છે અને તેથી અમેરિકા ઉપર સૌપ્રથમ બંધકોને મુકિતનું દબાણ છે અને જો લાંબો સમય સુધી આ પ્રકારે બંધકો હમાસના કબ્જામાં રહેશે તો સંભવ છે કે તેમના ઉ5ર અત્યાચાર વધારાશે અને તેથી અમેરિકા હવે બંધકોની મુકિત માટે ખાસ અભિયાન ચાલુ છે.
બીજી તરફ હમાસ નેતૃત્વએ જાહેર કર્યુ છે કે ઇઝરાયલના હુમલામાં 10 હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે અને ઇઝરાયલની સેનાએ ગાઝામાં અલઅસ્કા હોસ્પિટલ પર પણ હુમલો કર્યો હતો શરણાર્થી શીબીર પર હુમલો કર્યો છે અત્યાર સુધીમાં 3700 જેટલા બાળકોના મોત થયા છે અનેક શબ હજુ ઓળખી શકાયા નથી.
હમાસના નેતૃત્વએ જણાવ્યું કે ઇઝરાયલ બ્યુરીજ શરણાર્થી કેમ્પ પર હુમલો કરી રહી છે. બીજી તરફ દાવો છે કે આ પ્રકારે હોસ્પિટલ અને શરણાર્થી કેમ્પના આડમાં હમાસના આતંકીઓ છુપાઇને ઇઝરાયલની સેના પર હુમલા કરી શકે છે.