ભારત
નેતાઓની કથની-કરનીમાં ફર્ક જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે રાજનાથ
જો કે કેન્દ્રીય મંત્રીએ આ માટે કોંગ્રેસને જવાબદાર ગણી રાજસ્થાનમાં ચુંટણી પ્રચાર સમયે કરેલા વિધાનોની ચર્ચા

રાજસ્થાનમાં ચુંટણી પ્રચારે પહોંચેલા કેન્દ્રીય મંત્રી શ્રી રાજનાથ સિંઘે એક વિધાનમાં જણાવ્યું હતું કે, નેતાઓની કથની અને કરનીમાં અંતર છે અને તેથી ભારતના નેતાઓમાં લોકોનો વિશ્વાસ ઘટતો જાય છે. રાજસ્થાનના રાજસમેટમાં એક જાહેર સભાને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જો કે આ વિશ્વાસના સંકટ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ભાજપે લોકોના રાજનેતાઓ તથા રાજકીય પક્ષોમાં જે વિશ્વાસ ઘટતો જાય છે તેને પડકારના સ્વરૂપમાં લીધો છે.
રાજનેતાએ કહ્યું કે, હું પારા ક્ષેત્રમાં જે વચનો આપ્યા છે તે પુરા કર્યા છે. કાઈ કહી શકે નહી કે એ કોઈ ખોટા વચનો આપીને ચુંટણી જીતી છે. તેઓએ રાજસ્થાનમાં કોમી તાંડવ હોવાનું જણાવતા કહ્યું કે જો ઉતર પ્રદેશમાં કોઈ ઈધર-ઉધર કરે તો જય શ્રી રામ… હિન્દુ-મુસ્લીમની રાજનીતિ થવી જોઈએ નહી.
Poll not found



