મહારાષ્ટ્ર

ફેક વિડીયો બનાવવો ઉર્ફીને ભારે પડ્યો, મુંબઈ પોલીસે નોંધી FIR

મુંબઇ પોલીસનું કહેવું છે કે આ વિડીયો ફેક હતો અને માત્ર પબ્લિસિટી માટે બનાવવામાં આવ્યો હતો. ઓશિવારા પોલીસ સ્ટેશનનું કહેવું છે કે ઉર્ફીને ચાર સેક્શન અંડરમાં એની સાથીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉર્ફી જાવેદને ફેક વિડીયો બનાવવો ભારે પડી ગયો છે. આ મામલે મુંબઇ પોલીસે ઉર્ફીની વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. જો કે ઉર્ફી હંમેશા કોઇને કોઇ રીતે સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે.

સોશિયલ મિડીયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ હંમેશા એની સ્ટાઇલ અને લુકને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફીનો એક વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો હતો જેમાં પોલીસ એની ધરપકડ કરી લે છે અને ઉર્ફી સામે જવાબ આપતી હોય છે. જો કે આ વિડીયો પર લોકોની જાતજાતની કોમેન્ટ્સ પણ આવતી હતી. પરંતુ તમને જણાવી દઇએ કે ઉર્ફીનો આ વિડીયો એને અનેક મુસીબતમાં ફસાઇ દીધી છે. ઉર્ફી જાવેદે પોતાને અરેસ્ટને લઇને એક વિડીયો બનાવ્યો હતો જેના કારણે મુંબઇ પોલીસે એની વિરુદ્ધ FIR નોંધી છે. ધરપકડનો ખોટો વિડીયો બનાવીને ખરાબ છબિ  પાડવાના આરોપમાં ઉર્ફી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉર્ફીનો ફેક ધરપકડનો વિડીયો વાયરલ થયા પછી મુંબઇ પોલીસે સોશિયલ મિડીયામાં એક્સ પર જાણકારી શેર કરતા લખ્યુ છે કે અશ્લીલતાના કેસમાં મુંબઇ પોલીસ દ્રારા કથિત રીતે એક મહિલાની ધરપકડ કરવામાં આવેલ વાયરલ વિડીયો સાચો નથી, પ્રતીક ચિહ્ન અને વર્દીનો દુરપયોગ કરવામાં આવ્યો છે.

આ વિશે પોલીસ કહે છે કે ભ્રામક વિડીયોમાં લોકોની વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની ધારા 171, 419, 500 અને 34 સહિત આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ વિશે હાલમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ફર્જી ઇન્સપેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પર જપ્ત કરી લેવામાં આવ્યુ છે ઉર્ફી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી

મુંબઇન ઓશિવારાએ એક્ટ્રેસ વિરુધ્ધ એફઆઇઆર નોંધી છે. આ વાતની જાણકારી મુંબઇ પોલીસે ટ્વિટ કરીને આપી છે અને જણાવ્યું છે કે કોઇ પણ પબ્લિસિટી માટે તમે કાનુનના નિયમોને તોડી શકતા નથી. ઉર્ફીનો જે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે એમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ એને સ્ટેશનમાં લઇ જાય છે. એમાં દાવો કરવામાં આવે છે કે ઉર્ફીના પહેરવેશને લઇને ધરપકડ કરવામાં આવી છે.

મુંબઇ પોલીસનું કહેવું છે કે આ વિડીયો ફેક હતો અને માત્ર પબ્લિસિટી માટે બનાવવામાં આવ્યો હતો. ઓશિવારા પોલીસ સ્ટેશનનું કહેવું છે કે ઉર્ફીને ચાર સેક્શન અંડરમાં એની સાથીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગણપત મકવાણા છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. પોલીસે ખુર્શીદ અંસારી નામના શખ્સની પાસેથી સ્કોર્પિયો ગાડી જપ્ત કરી લીધી છે. આ મામલે ત્રણ મહિલાઓ ફરાર જેમાં એક ઉર્ફી પણ સામેલ છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button