2024 પુર્વે સેમીફાઈનલ જંગ છતીસગઢ-મિઝોરામમાં પ્રારંભીક 30% મતદાન
છતીસગઢમાં આજે પ્રારંભમાં સુકમોમાં એક બારુદી સુરંગ ફાટતા એક જવાન ઘાયલ થયો હતો.

2024ની લોકસભા ચૂંટણી પુર્વે યોજાઈ રહેલી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીને સેમીફાઈનલ જંગ ગણવામાં આવે છે અને આજે છતીસગઢમાં પ્રથમ તબકકા અને મિઝોરામમાં તમામ 40 બેઠકો માટે શરુ થયેલા મતદાનમાં પ્રારંભીક કલાકોમાં જ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છતીસગઢની 20 વિધાનસભા બેઠક પર છેલ્લા અહેવાલ મુજબ 28થી29 ટકા મતદાન થયું છે અને મિઝોરામમાં પણ તે જ ગતિથી મતદાન આગળ વધી રહ્યું છે.
છતીસગઢમાં આજે પ્રારંભમાં સુકમોમાં એક બારુદી સુરંગ ફાટતા એક જવાન ઘાયલ થયો હતો. અહીના નકસલગ્રસ્ત ક્ષેત્રોમાં ચુંટણી સ્ટાફને હેલીકોપ્ટરથી મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી છતીસગઢમાં અન્ય બેઠકો પર ચુંટણી પ્રચારમાં જોડાયા હતા. આજના જંગમાં છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ડો. રમણસિંઘ સહિતના ઉમેદવારોના ભાવી નિશ્ચીત થશે.
આજે મિઝોરામની તમામ 40 વિધાનસભા બેઠક માટે મતદાનમાં આઈઝોલ- ઉતર બેઠક પર મતદાન કરવા પહોંચેલા મુખ્યમંત્રી જેરામથાંગાને મત નાખ્યા વગર રાહ જોવી પડી હતી. તેઓ પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા તો ઈવીએમ ખરાબ હોવાથી મતદાન રોકાયું અને પછી બીજા ઈવીએમની વ્યવસ્થા થઈ હતી.



