ઈકોનોમી
સતત ત્રણ દિવસ સુધી શેર બજારમાં ઉછાળો આવ્યા બાદ આજે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા, આજે ચોથા દિવસે શેરબજાર થોડી ધીમી ચાલ જોવા મળી હતી
ભારતીય શેર બજારમાં સુસ્તી, સેન્સેક્સ 16 પૉઇન્ટ ડાઉન, તો નિફ્ટી 19,406એ બંધ રહ્યો

સતત ત્રણ દિવસ સુધી શેર બજારમાં ઉછાળો આવ્યા બાદ આજે માર્કેટમાં સુસ્ત કારોબાર રહ્યાં હતા, આજે ચોથા દિવસે શેરબજાર થોડી ધીમી ચાલ જોવા મળી હતી, બન્ને મોટા ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મિશ્ર કારોબાર સાથે ખુલ્યા હતા, અને બંધ પણ નીચા લેવલ પર થયા હતા. કારોબારી દિવસના અંતે શેર બજારમાં બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.03 ટકાના ઘટાડા સાથે 16.29 પૉઇન્ટ ડાઉન રહ્યો અને 64,942.40ના સ્તરે બંધ રહ્યો હતો. આની સાથે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ઘટાડો આવ્યો હતો, દિવસના અંતે નિફ્ટી 0.03 ટકાના ઘટાડા સાથે 5.05 પૉઇન્ટ ઘટ્યો અને 19,406.70ના સ્તરે બંધ રહ્યો હતો.
Poll not found



