ST નાં ફિકસ પગારવાળા કર્મચારીઓનો પગાર હવે રૂ।.25 થી 26 હજાર સુધી થઈ જશે
પગાર પ્રશ્ને નિગમનાં કર્મચારી મંડળ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક મળી

ગુજરાતના એસટી નિગમના (GSRTC) કર્મચારીઓના પોતાના પડતર પ્રશ્નોને લઈને નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલન છેડાયું હતું પરંતુ તે આંદોલન પહેલા સરકાર સાથેને બેઠકમાં હૈયાધારણા મળતા આંદોલન સમેટાયું હતું અને સરકારે અમુક માંગણીઓ પુર્ણ કરવાની હૈયા ધારણા આપી હતી પરંતુ એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા તેઓ વિરોધ કરી રહ્યાં હતા જે બાદ એસટી નિગમના કર્મચારી મંડળે આ ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી હતી.
નિગમના કર્મચારી મંડળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધી એસટી નિગમના કર્મચારી મંડળે ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સચિવાલય ખાતે બેઠક કરી હતી.
આ બેઠકમાં આવતી 30 તારીખ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અમલવારી કરવામાં આવશે જેનાથી ફિક્સ પેના કર્મચારી જેનો હાલ 19 હજાર પગાર છે તે 25 થી 26 હજાર થઈ જશે. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી પરંતુ આગામી સમયમાં તેની જાહેરાત થશે.
ઉલ્લેખનીય છે કે, એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્રોને લઈને રચનાત્મક વિરોધ પર ઉતરવાના હતા અને ગત તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ ઈક પર ઉતરી વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાના હતા પરંતુ નિગમના કર્મચારી મંડળની સરકાર સાથેની બેઠક બાદ આ આંદોલન મોકૂફ રહ્યું હતું અને તે પછી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ મેદાને ઉતર્યાં જેઓની આજે રજૂઆત સાંભળી છે અને સરકાર આ મામલે 30મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેશે.