મહુઆ મોઈત્રાનું સંસદસભ્ય જોખમમાં, હાંકી કાઢવાની કમિટીની ભલામણ, હિરાનંદાનીની પણ તપાસ
લોકસભાની એથિક્સ કમિટીએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને સંસદસભ્ય પદેથી હાંકી કાઢવાની કમિટીની ભલામણ કરી છે.

મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસ પૈસા લઈને સંસદમા સવાલ પૂછવાનો છે આરોપ
કેશ-ફોર-ક્વેરી કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. સૂત્રોનો દાવો છે કે લોકસભાની એથિક્સ કમિટીએ મહુઆને સંસદમાંથી હાંકી કાઢવાની ભલામણ કરી છે. કમિટીએ કેશ ફોર ક્વેરી કેસમાં સમયબદ્ધ તપાસ કરવાની ભલામણ કરી છે. ભારત સરકારે દર્શન હિરાનંદાનીના રોકડ વ્યવહાર મામલે તપાસ કરવાની ભલામણ કરી છે. કેશ-ફોર-ક્વેરી કેસમાં આ જ લોકપાલે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ એવો દાવો કર્યો છે.
પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ઘેરાયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા બરાબરના ફસાયા છે. લોકપાલે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હોવાનો દાવો ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ કર્યો છે. લોકપાલે મહુઆ મોઇત્રા સામે તપાસના આદેશ આપ્યા છે. મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોને ભ્રષ્ટાચારનો કેસ માનવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિશિકાંત દુબેએ કહ્યું કે મારી ફરિયાદ પર લોકપાલે મહુઆ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મહુઆએ સંસદમાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લીધી હતી. સ્પીકરે આ મામલો એથિક્સ કમિટીને મોકલ્યો હતો. નિશિકાંતે 21 ઓક્ટોબરે મહુઆ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું- એક સાંસદે કેટલાક પૈસા માટે દેશની સુરક્ષા ગીરવે મૂકી. મેં આ અંગે લોકપાલને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે સંસદનું આઈડી દુબઈથી ખોલવામાં આવ્યું હતું, જ્યારે તે સમયે કથિત સાંસદ ભારતમાં હતા. સમગ્ર ભારત સરકાર આ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પર છે. દેશના વડાપ્રધાન, નાણા વિભાગ, કેન્દ્રીય એજન્સીઓ અહીં છે. શું ટીએમસી અને વિરોધ પક્ષોએ હજુ પણ રાજનીતિ કરવાની છે? નિર્ણય જનતાનો છે. NICએ આ માહિતી તપાસ એજન્સીને આપી છે. એથિક્સ કમિટીએ 27 ઓક્ટોબરે મહુઆને સમન્સ મોકલ્યા હતા અને તેમને 31 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. તેઓ હાજર પણ રહ્યાં હતા પરંતુ બહાર આવીને એવો દાવો કર્યો કે તેમને કમિટીએ ગંદા સવાલ પૂછ્યાં હતા.



