ગુજરાત

સુરતમાં મોટા વરાછાથી પુણા સુધીના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજની ડિઝાઈનમાં ખામીનો કરાયો હતો દાવો

આ ધનુષ્ય આકારના બનેલા બ્રિજને 168 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે. જોકે બ્રિજનું લોકાર્પણ થયાના કલાકો બાદ જ વિવાદમાં આવ્યો હતો અને બ્રિજની ડિઝાઈનને લઈને સવાલો ઉઠ્યા હતા. હકીકતમાં બ્રિજના ઉદ્ધાટન બાદ અહીંથી ST બસે નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વળાંક પર ફસાઈ જવાના કારણે બસને રિવર્સ કરવી પડી હતી

સુરતમાં મોટા વરાછાથી પુણા સુધીના નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ ધનુષ્ય આકારના બનેલા બ્રિજને 168 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે. જોકે બ્રિજનું લોકાર્પણ થયાના કલાકો બાદ જ વિવાદમાં આવ્યો હતો અને બ્રિજની ડિઝાઈનને લઈને સવાલો ઉઠ્યા હતા. હકીકતમાં બ્રિજના ઉદ્ધાટન બાદ અહીંથી ST બસે નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વળાંક પર ફસાઈ જવાના કારણે બસને રિવર્સ કરવી પડી હતી. બાદમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થવા સાથે એવો દાવો કરવામાં આવ્યો કે બ્રિજની ડિઝાઈનમાં ખામી છે. જોકે બસ ડ્રાઈવરે બેદરકારીમાં બોર્ડ જોયા વિના જ બસ અંદર હંકારી દેતા તે અટવાઈ પડ્યો હતો અને તે સમય દરમિયાનનો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. જે બાદ કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં ડિઝાઈનની ખામી હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button