સર્વેઃ 82% ભારતીયો બને છે ફેક મેસેજનો શિકાર, આ SMS તો છે સૌથી ખતરનાક; ક્લિક કરતા જ ખાલી થઈ જાય છે એકાઉન્ટ
સ્માર્ટફોન યુઝર્સને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, કારણ કે હાલના સમયમાં AI જનરેટેડ મેસેજ અને કોલ આવી રહ્યા છે, જેને…

સ્માર્ટફોન યુઝર્સને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, કારણ કે હાલના સમયમાં AI જનરેટેડ મેસેજ અને કોલ આવી રહ્યા છે, જેને ઓળખવા મુશ્કેલ છે. એવામાં મોબાઈલ યુઝર્સ મોટા બેંકિંગ ફ્રોડનો શિકાર બની શકે છે. વાસ્તવમાં MCaffee દ્વારા એક ગ્લોબલ રિસર્ચ કરવામાં આવ્યું છે, જે મુજબ ભારતીયોને દરરોજ લગભગ 12 ફેક મેસેજ મળે છે અને તેમાંથી 82% લોકો તેનો ભોગ બને છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ હવે મોબાઈલ યુઝર્સને ચૂનો લગાવવા માટે કરવામાં આવી રહ્યો છે. AI જનરેટેડ મેસેજ અને કોલ ઓળખવા મુશ્કેલ છે, જેના કારણે મોબાઈલ યુઝર્સ બેંકિંગ ફ્રોડનો શિકાર બની શકે છે. અમેરિકન સિક્યોરિટી કંપની McAfeeએ એક ગ્લોબલ રિસર્ચ કર્યું છે, જે મુજબ વર્ષ 2023માં AI-જનરેટેડ ફ્રોડના કેસ વધી રહ્યા છે. જો કોઈ મોબાઈલ યુઝર આ મેસેજ કે કોલનો શિકાર બને છે તો તે તેના બેંક ખાતામાંથી પૈસા ગુમાવી શકે છે. તેથી મોબાઇ યુઝર્સે AI-જનરેટેડ મેસેજ અને કૉલ્સથી સાવચેત રહેવાની જરૂર છે.
82% ભારતીયો બને છે ફેક મેસેજનો શિકાર
દરેક ભારતીયને દરરોજ સરેરાશ 12 ફેક મેસેજ મળે છે. આ મેસેજને કારણે ભારતીયોને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક સર્વે અનુસાર, 82% ભારતીયો ફેક મેસેજનો શિકાર બની જાય છે. તેમાંથી 64% ફેક જોબ નોટિફિકેશન અને ઑફર્સ સાથે સંબંધિત હોય છે. 52% મેસેજ બેંક એલર્ટ સાથે સંબંધિત હોય છે. રિપોર્ટનું માનીએ તો 60% ભારતીયો ફેક મેસેજને ઓળખી શકતા નથી અને તેનું એક કારણ AI ટૂલ્સ છે.
સૌથી વધારે ક્યા મેસેજ આવે છે?
પ્રાઈઝ જીતવાના મેસેજ 72% ફેસ જોબ નોટિફિકેશન ઓફર 64% બેંક એલર્ટ મેસેજ 52%
નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન પ્લાન 35% ફેક મિસ્ડ ડિલિવરી નોટિફિકેશન 29%
કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેના વિશે વિચારો. લિંક ક્યાં જાય છે? શું તમે તે વેબસાઇટ કે એપને જાણો છો? જો નહીં, તો તેના પર ક્લિક કરતા પહેલા લિંક વિશે થોડી વધુ માહિતી મેળવો.સ્કેમ પ્રોટેક્શન સોફ્ટવેરનો ઉપયોગ કરો. આ સોફ્ટવેર તમને ફેક મેસેજ અને લિંક્સને ઓળખવામાં મદદ કરી શકે છે.
ખતરનાક મેસેજ અને લિંકને બ્લોક કરો અને તેને રિપોર્ટ કરો. જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ અથવા લિંક મળે છે, તો તેને તરત જ બ્લોક કરો.



