ભારત

બિહારમાંથી એક મોટી ફાયરિંગની ઘટના સામે આવી છે. બિહારના લખીસરાઈમાં સોમવારે (20 નવેમ્બર) સવારે 6 લોકો પર ફાયરિંગ થયુ છે.

આ ઘટના પાછળ પરસ્પર અદાવત હોવાનું કહેવાય છે

આજે દેશભરમાં છઠ્ઠ પૂજાનું પર્વ ધામધૂમથી મનાવાઇ રહ્યું છે. આજે વહેલી સવારમાં જ બિહારમાંથી એક મોટી ફાયરિંગની ઘટના સામે આવી છે. બિહારના લખીસરાઈમાં સોમવારે (20 નવેમ્બર) સવારે 6 લોકો પર ફાયરિંગ થયુ છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. આ તમામ લોકો એક જ પરિવારના છે. મૃત્યુ પામેલા બંને ભાઈઓ હતા. ઘરેથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આ તમામ લોકો છઠ્ઠ ઘાટ પર છઠ્ઠા પૂજા કરીને છઠ્ઠનું અર્ઘ્ય અર્પણ કરીને પરત ફરી રહ્યા હતા, તે સમયે રસ્તામાં એક બદમાશ યુવકે આ ઘટનાને અંજામ આપ્યો છે. તમામ ઉપર તાબડતોડ ફાયરિંગ કરી દીધુ હતુ.

આ ઘટના પાછળ પરસ્પર અદાવત હોવાનું કહેવાય છે. આ ઘટના કબૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી મોહલ્લામાં બની હતી. તમામ ઘાયલોને પટના રીફર કરવામાં આવ્યા છે. ઘાયલોમાં બંને મૃતકોની પત્ની, બહેન અને પિતાનો સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસ મામલાની તપાસમાં વ્યસ્ત છે. ઘટના બાદ ચકચાર મચી ગઈ છે.

રાજસ્થાનમાં (Rajasthan Crime News) ચૂંટણીની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જયપુરમાં ફરી નિર્ભયા કાંડ જેવી ઘટના બની હતી. આ ઘટના હરમડા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારની છે. અહીં એક મહિલાનું પહેલા મિની બસમાં અપહરણ કરવામાં આવ્યું અને પછી તેને દારૂ પીવડાવીને બસ ડ્રાઈવરે તેની સાથે રેપ કર્યો. બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી બસ ડ્રાઈવર (Bus Driver) પીડિતાને આવી જ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ નોંધાવવાને બદલે તેઓનો ત્યાંથી પીછો કર્યો હતો. જેના કારણે પોલીસ કમિશનરે (police Commissioner) બે પોલીસકર્મીઓને બેદરકારીના કારણે સસ્પેન્ડ કર્યા હતા.

બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બસ ડ્રાઈવરની ઓળખ કરી અને તેને પકડી લીધો. પોલીસની જાણકારી અનુસાર રેપની ઘટના ગુરુવારે બની હતી. વાસ્તવમાં ઘટનાના દિવસે પીડિતા તેની સાસુ સાથે બજારમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક બસ ડ્રાઈવરે મહિલાનું અપહરણ કર્યું હતું. આ દરમિયાન બસ ડ્રાઈવરે પહેલા પીડિતાને ધમકી આપીને દારૂ પીવડાવ્યો અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. બળાત્કાર બાદ બસ ચાલક મહિલાને કફોડી હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ તેના ઘરે પહોંચેલી પીડિતાએ તેના પરિવારજનોને આપવીતી જણાવતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બીજા દિવસે જ્યારે લોકોને ઘટનાની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલા લોકો બળાત્કારના આરોપીની ધરપકડની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ પ્રશાસનને લોકોને કાબૂમાં લેવા ભારે મહેનત કરવી પડી હતી. ભીડને કાબૂમાં લેવા માટે ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જે બાદ એડિશનલ ડીસીપી રામ સિંહ શેખાવત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પીડિતાને સારવાર માટે મોકલી આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે બેદરકારી દાખવનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button