ટીન એજર્સને સોશ્યલ મિડિયાના ઉપયોગ પર નિયમન આવશે
ઝડપથી વધતા જતા સ્માર્ટ ફોન કલ્ચરમાં હવે ‘સ્પીડ-બ્રેકર’ આવશે

દેશમાં સોશ્યલ મીડીયાના વધતા દુષ્પ્રભાવ અને ખાસ કરીને બાળકો તથા ટીનએજર્સ જે રીતે આ મીડીયાના માધ્યમથી ચિંતા સર્જે તેવી માનસિકતા દર્શાવી રહ્યા છે તેથી કેન્દ્ર સરકાર હવે ‘જોખમ-આધારીત’ સોશ્યલ મીડીયાના ઉપયોગ અંગે એક મજબૂત યોજના સાથે આવી રહી છે. સ્માર્ટફોન હવે લોકોના શ્ર્વાસ સાથે જ જોડાઈ ગયા છે અને તેમાં ઘરમાં તમામ સભ્યો આ ફોનના બંધાણી થવા લાગતા બાળકો પર પણ તેની અસર પડી રહી છે.
લાંબા સમયથી આ અંગે ચર્ચા તથા ચિંતા બાદ સરકાર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગુગલ, યુટયુબ તથા તમામ સોશ્યલ મીડીયા કંપનીઓએ માનવા પડે તેવા ફ્રેમવર્ક સાથે આવશે. ખાસ કરીને 18 વર્ષ કે તેથી નીચેની વયના બાળકોનાં સોશ્યલ મીડીયાના ઉપયોગ અંગે ઉમરની ચકાસણી ફકત જેને યુઝર્સની સંમતી નહી તેનું વેરીફીકેશન પણ નિશ્ચીત થશે. જેમાં ડીજીટલ લોકરમાં આધાર-આધારીત સીસ્ટમ અથવા ડીજીટલ ટોકન જેવી વ્યવસ્થા એપ સ્ટોર્સ સ્તરે જ થાય તે જોવા સરકાર ઈચ્છે છે.
બાળકોના કેસનો આ પ્રકારના માધ્યમથી કોમર્શિયલ હેતુ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે. જો કે તેની સાથે શિક્ષણ, સમાચાર તથા ખેલકુદ સહિતની વેબસાઈટ પર જયારે 18 વર્ષથી નીચેની ઉમરના વ્યક્તિઓને ઉપલબ્ધ રહે તે પણ નિશ્ચીત કરશે. 18 વર્ષની ઉમરથી નીચેના ટીનએજર સહિતના વર્ગનો સ્કુલ લીવીંગ સર્ટી., જન્મ સર્ટી., માતા-પિતાના ડોકયુમેન્ટ વિ. પણ ચકાસણી માટે ચાલી શકશે. આ માટે એજ વેરીફીકેશન ટુલનો ઉપયોગ થશે. પ્લેસ્ટોર લેવલે જ કરવાની વિચારણા છે.
સરકાર શું ઈચ્છે છે?
* એવી સોશ્યલ મીડીયા સાઈટ જયા ટીનએજર કોઈ અજાણ્યાના સંપર્કમાં આવે તેવી શકયતા સૌથી વધુ હોય તે સાઈટમાં ઉમર આધારીત જ એસેસ પેરેન્ટ કંટ્રોલ.
* ન્યુઝ, શિક્ષણ સહિતની માહિતી અને લર્નીંગ વેબસાઈટમાં પણ ઉમરનું વેરીફીકેશન જેવી તેમાં લીંક પર કોઈ ખોટી વેબ પોર્ટલ જોડાઈ જાય નહી.
* બાળકના ડેટા એસેસ કરવામાં સોશ્યલ મીડીયા કંપનીઓને મર્યાદા તે ડેટા અન્યત્ર આપી શકશે નહી.