ભારત

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર શક્તિકાંતા દાસે ફરી એક વખત દેશમાં મોંઘવારી માથુ ઉંચકી શકે છે તેવી ચેતવણી આપી છે.

એક માસમાં બીજી વખત શક્તિકાંતા દાસની ચેતવણી: એકંદર ફુગાવો 5.2% પણ ખાદ્ય ફુગાવો 6.24% છે: RBI સાવધ

દેશમાં એક તરફ જથ્થાબંધ ફુગાવો નેગેટીવ ઝોનમાં છે અને છુટક ફુગાવો સતત ઘટીને 5%થી થોડો વધુ નોંધાયો છે અને તે રીઝર્વ બેન્કના 4%ના ફુગાવાના લક્ષ્યાંકથી થોડો વધુ પણ છે તે વચ્ચે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નર શક્તિકાંતા દાસે ફરી એક વખત દેશમાં મોંઘવારી માથુ ઉંચકી શકે છે તેવી ચેતવણી આપી છે.

એક માસમાં બીજી વખત આરબીઆઈ પગલે ખાદ્ય ફુગાવા અંગે આપેલી ચેતવણી પાછળ હવામાનની અત્યંત અનિશ્ચીત સ્થિતિ વૈશ્વીક પરિબળો તથા ઘરઆંગણાની પાક ઉત્પાદનની સ્થિતિ છે ખ્યાલમાં રાખીને આ સંકેત આપ્યો છે. બેન્કર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતા શ્રી શક્તિકાંતા દાસે કહ્યું કે આવા ચીજોના ભાવ ફરી આંચકો આપી શકે છે. ફુગાવાનું દબાણ અર્થતંત્ર પર છે જ અને રીઝર્વ બેન્ક મોનેટરી પોલીસીમાં તેનું પ્રતિબિંબ પડી જ રહ્યું છે અને તેથી જ રીઝર્વ બેન્ક આ પ્રકારે ફુગાવાના સ્ત્રોત સામે સાવધ છે. તા.8 નવે.ના શક્તિકાંતા દાસે જાપાનમાં આપેલા

એક પ્રવચનમાં પણ ભારતમાં ખાદ્ય ફુગાવો વધવાની ચિંતા દર્શાવી હતી અને આ જોખમ રીકરીંગ એક સતત ચાલતી પ્રક્રિયા જેવું હાલ બની ગયુ છે. ભારતમાં સપ્ટેમ્બરમાં ફુગાવો 5.02% નોંધાયો જે હજુ પણ રીઝર્વ બેન્ક માટે ચિંતા છે. એકંદર ફુગાવો નીચો આવવા છતા ખાદ્ય ફુગાવો ઓકટોબરમાં 6.24%ની સપાટી પર છે. ખાસ કરીને દેશના અનેક ભાગોમાં ચોમાસુ ખાધ ઉપરાંત હવામાનમાં બદલાવ, કમોસમી વરસાદ જેવા ફેકટર પણ કામ કરી રહ્યા છે અને તેથી જ છેલ્લી બે ધિરાણ સમીક્ષા બેઠકમાં વ્યાજદર નહી વધારવા સાથે ઘટાડો પણ કર્યો નથી.

 દેશમાં વ્યાજદરમાં છેલ્લી બે મોનેટરી પોલીસીમાં કોઈ બદલાવ કરાયો નથી પણ રીઝર્વ બેન્ક દ્વારા જે રીતે જોખમી ધિરાણ પરના નિયમન વધુ કડક બનાવી રહી છે તે સ્થિતિમાં હવે બેન્કો વ્યાજદર વધારી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એક બેન્કીંગ કાર્યક્રમ બાદ બેન્કના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું કે બેન્કમાં જે ભંડોળ છે તેનો ખર્ચ વધતો જાય છે અને અમો ચોકકસપણે વ્યાજદર વધારશું. બેન્કોને જોખમી ધિરાણ માટે જે રીતે મુડી વધારો કરવો જરૂરી છે તે પછી બેન્કને તેના માર્જીન પર દબાણ વધશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button