ભારતે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 ઇતિહાસમાં તેની 135મી જીત પણ હાંસલ કરી છે
પાકિસ્તાને અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં કુલ 226 ટી-20 મેચ રમી છે,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તિરુવનંતપુરમમાં બીજી ટી-20 મેચ રમાઈ હતી, જેમાં ભારત 44 રને જીત્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 191 રન જ બનાવી શકી હતી અને ભારતીય ટીમે પાંચ મેચની T20 શ્રેણીમાં સતત બીજી જીત હાંસલ કરી હતી. શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20 ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર પાકિસ્તાનની બરોબરી કરી હતી.
પાકિસ્તાને અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં કુલ 226 ટી-20 મેચ રમી છે, જેમાંથી તેણે 135 મેચ જીતી છે. ભારતે વર્તમાન શ્રેણીની બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 ઇતિહાસમાં તેની 135મી જીત પણ હાંસલ કરી છે. આ રીતે ભારત હવે સૌથી વધુ T20 મેચ જીતવાના મામલે પાકિસ્તાનની બરાબરી પર પહોંચી ગયું છે.
જો કે, ભારતીય ક્રિકેટ ટીમે 135 ટી-20 મેચ જીતવામાં પાકિસ્તાન કરતા ઘણો ઓછો સમય લીધો છે. પાકિસ્તાને આટલી મેચો જીતવા માટે 226 T20 મેચ રમી હતી, જ્યારે ભારતે માત્ર 209 T20 મેચોમાં આટલી મેચો જીતી હતી. જો ટીમ ઈન્ડિયા આગામી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દે છે તો તે પાકિસ્તાનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ T20 મેચ જીતનારી ટીમ બની જશે.