ભારત

ભારતીય પાસપોર્ટ મજબૂત મલેશિયામાં પણ વિસા-ફ્રી એન્ટ્રી

તા.1 ડિસે.થી 30 દિવસ માટે ભારતીયો જઈ શકશે એડવાન્સ વિસા વગર મલેશિયા જઈ શકશે

ભારતીય પાસપોર્ટ હવે વધુ મજબૂત બની રહ્યા છે. થાઈલેન્ડ તથા શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીયોને વિસા-ફ્રી એન્ટ્રી આપવા જાહેરાત કરી છે અને આ નવી વ્યવસ્થા તા.1 ડિસેમ્બરથી અમલી બની જશે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, મલેશિયામાં વધુમાં વધુ 30 દિવસ રહેવા માટે ભારત અને ચીનના નાગરિકોએ કોઈ એડવાન્સ વિસા લેવાની જરૂર પડશે નહી. તા.1 ડિસે.2023 થી આ વ્યવસ્થા લાગુ થઈ જશે. જો કે આ વિસા છૂટ કેટલો સમય માટે અપાઈ છે તે જાહેરાત થઈ નથી પણ માનવામાં આવે છે કે તે કાયમ માટે હશે. અગાઉ થાઈલેન્ડ અને શ્રીલંકાએ પણ ભારતીયો માટે વિસા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. હવે મલેશિયા આ પ્રકારની છૂટ આપનાર ત્રીજો એશિયાઈ દિવસ બની ગયા છે.

અગાઉ સાઉદી અરેબીયા- બહેરીન, યુએઈ, તુર્કી, જોર્ડન ઈરાને પણ આ પ્રકારની છૂટ આપી હતી. ભારત અને ચીનની મોટી સંખ્યામાં સહેલાણીઓ મલેશિયા જાય છે અને આ વર્ષ જાન્યુઆરીથી જૂન વચ્ચે જ 2.83 લાખ ભારતીયોએ મલેશિયામાં ટુરીસ્ટ વિઝા મેળવ્યા હતા

News Click 24

Poll not found

Related Articles

Back to top button