ભારતવિશ્વ

ચીનમાંથી ઉદભવતી બીમારીઓના કારણે દુનિયા બીજી વખત ચિંતામાં મૂકાઈ છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના અથવા કોવિડે કરોડો લોકોનો જીવ લીધા પછી હવે અહીં ન્યુમોનિયા જેવી એક રહસ્યમય બીમારી ફેલાઈ છે.

હાલમાં ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે: આરોગ્ય મંત્રાલય

ચીનમાંથી ઉદભવતી બીમારીઓના કારણે દુનિયા બીજી વખત ચિંતામાં મૂકાઈ છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના અથવા કોવિડે કરોડો લોકોનો જીવ લીધા પછી હવે અહીં ન્યુમોનિયા જેવી એક રહસ્યમય બીમારી ફેલાઈ છે. પરિણામે ભારત સરકારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક હેલ્થ એડવાઈઝરી ઈશ્યૂ કરવી પડી છે. આરોગ્ય મંત્રાલયે તમામ હોસ્પિટલોને પોતાની તૈયારી અને સુવિધાઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જે રીતે સર્વેલન્સ સ્ટ્રેટેજી બની હતી તેવી જ રીતે ચીનની આ નવી બીમારી અંગે પણ ઓપરેશનલ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા જેવી બીમારી અને શ્વસનતંત્રના ચેપ જઅછઈં અંગે તમામ રાજ્યોએ પોતાની તૈયારીની સમીક્ષા કરવાની રહેશે. તેમાં જણાવાયું છે કે ઈનફ્લુએન્ઝા, માઈકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને સાર્સ-ઈજ્ઞટ2 વાઈરસની હાજરી ચકાસવાની રહેશે. જોકે, આરોગ્ય મંત્રાલયે લોકોને જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને હાલમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

દરમિયાન ચીનમાં ધીમે ધીમે ગભરાટ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે સ્થાનિક સત્તાવાળાઓને ક્લિનિકની સંખ્યા વધારવા અને ત્યાં તાવના દર્દીઓની તાત્કાલિક સારવાર કરાવ માટે જણાવ્યું છે. કોવિડ-19ના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા ત્યાર પછી ચીનમાં આ પહેલો શિયાળો છે જેમાં ખાસ કાળજી રાખવી પડશે.

ગયા અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંસ્થા હૂએ પણ ચીનના રોગચાળાની ગંભીર નોંધ લીધી હતી અને ચીનને જણાવ્યું હતું કે રોગચાળા વિશે માહિતી છુપાવવાના બદલે માહિતી બહાર પાડે જેથી તેનો સામનો કરી શકાય. ચીનના કેટલાક વિસ્તારમાં બાળકોમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા છે પરંતુ તેનું સચોટ નિદાન થઈ શક્યું નથી.

ચીનમાં અત્યારે શરદી, તાવ અને ન્યુમોનિયાના લક્ષણો ધરાવતા બાળકોથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. પેશન્ટની સંખ્યા એટલી મોટી છે કે દવાખાનામાં બાળકોના માતાપિતાએ કલાકો સુધી રાહ જોવી પડે છે. અમેરિકન ડિસિઝ કન્ટ્રોલ સેન્ટરે પણ જણાવ્યું કે તેમને ત્યાં આઉટપેશન્ટ વિઝિટ અને હોસ્પિટલમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, આ રોગ ક્ધટ્રોલમાં આવી જાય છે અને તેના કોઈ નવા જંતુ નથી. ચીને મેડિકલ સપ્લાય અને ટ્રીટમેન્ટ માટે મોટા પાયે કામગીરી શરૂ કરી દીધી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button