ગુજરાત

રાજ્યમાં ખેડૂતો માટે હવે રાહતના સમાચાર ,આજથી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. સોમવાર બપોર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યમાં હવે માવઠાનું સંકટ ટળી ગયું છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી છે. જોકે ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે.

હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. આ સાથે જ મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે.

ગઇકાલે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. સોમવાર બપોર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સોમવાર સુધી કમોસમી વરસાદ વરસી શકે છે.  30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રવિવારે રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button