ભારત

ન્યુયોર્ક એટર્નીએ નિખીલ ગુપ્તા નામના મૂળ ભારતીયને ચેક ગણરાજયમાંથી ઝડપ્યાની જાહેરાત: ભારતીય એજન્સીના એક અધિકારીની પણ ભૂમિકાનો આરોપ

કેનેડા સાથેના વિવાદ વચ્ચે અમેરિકાનો ધડાકો

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાના મામલે સર્જાયેલા તનાવ અને આ હત્યામાં ભારત સરકારના એજન્ટોની ભૂમિકાનો આરોપ મુકયા બાદ કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી તે સમયે જ અમેરિકાએ શીખ ફોર જસ્ટીસના વડા તથા કેનેડા અને અમેરિકાની ડયુલ-સીટીઝનશીપ ધરાવતા ખાલીસ્તાની નેતા ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્ર છે.
અમેરિકામાં રહેતા એક મુળ ભારતીય નિખીલ ગુપ્તની ધરપકડ કરતા સમગ્ર વિવાદને નવો વળાંક મળ્યો છે. અમેરિકી એટર્નીની મેનહટ્ટન ઓફિસે જાહેર કર્યુ છે કે નિખીલ ગુપ્તાની ચેક ગણરાજયમાંથી છેક જૂન માસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ દેશ સાથેની અમેરિકાની પ્રત્યાર્પણ સમજુતીના ભાગરૂપે ગુપ્તાને હાલમાં જ અમેરિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો.

કેનેડામાં ખાલીસ્તાની નેતાની હત્યામાં ભારતની ભૂમિકાનો ઈન્કાર વચ્ચે અમેરિકી સતાવાળાઓએ હવે પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીયની ધરપકડ કરી નવી દિલ્હીને સંકોચભરી સ્થિતિમાં મુકી દીધું છે. અમેરિકાએ અગાઉ જ નિજજરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ આપવા ભારતને અનેક વખત જણાવ્યું છે. નિખીલ ગુપ્તા ભારતીય મુળનો અમેરિકી નાગરિક છે અને તેના ટાર્ગેટ પર શિખ અલગતાવાદી નેતા પન્નુ હતો તેવો દાવો અમેરિકી ઓથોરીટીએ કર્યો હતો.

ગુપ્તાએ અગાઉ માદક દ્રવ્યો તથા શસ્ત્રોની હેરાફેરીમાં પણ સંડોવાયેલો હોવાનો આરોપ મુકયો છે. ન્યુયોર્કના એટર્ની એ આરોપ મુકયો કે પન્નુની હત્યાનું નિષ્ફળ બનાવાયેલુ ષડયંત્ર ભારત સરકારની એક એજન્સીના કર્મચારી જે ખુદને સીનીયર ફિલ્ડ ઓફીસર તરીકે ગણાય છે અને તે સિકયોરિટી મેનેજમેન્ટ અને ઈન્ટેલીજન્સની જવાબદારી નિભાવી રહ્યો છે તે સામેલ છે જેણે અગાઉ બીએસએફની ઓફિસર ટ્રેનીંગ તથા શસ્ત્રોની પણ તાલીમ લીધી છે અને નિખીલ ગુપ્તાને તેણેજ આ હત્યા માટે ભાડુતી મારા તરીકેનું કામ સોંપ્યુ હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button