ગુજરાત

ડિસેમ્બર સર્જાશે ચોમાસા જેવો માહોલ 1થી 5 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી ,

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી ચોમાસા જેવો માહોલ સર્જાશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જોકે, ગત વખતની જેમ 1થી 5 તારીખ સુધીમાં સાર્વત્રિક અને ભારે વરસાદની કોઈ આગાહી નથી.

ગયા રવિવારના વિનાશક માવઠાથી રાજ્યના ખેડૂતોની હજુ કળ વળી નથી. સમગ્ર ગુજરાતમાં રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેતરોમાં જમાં થયેલા પાણી માંડ-માંડ ઓસરી રહ્યાં છે. આ માવઠાએ તો ખેડૂતોને રીતસરના રાતા પાણીએ રોવડાવ્યા છે. આવા સંજોગોમાં કેટલાક હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતનું વાતાવરણ ફરી પલટાશે અને ચોમાસા જેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંતોની આગાહીએ જગતના તાતને કફોડી હાલતમાં મૂકી દીધો છે.

કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી ચોમાસા જેવો માહોલ સર્જાશે. આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. જોકે, ગત વખતની જેમ 1થી 5 તારીખ સુધીમાં સાર્વત્રિક અને ભારે વરસાદની કોઈ આગાહી નથી.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 1થી 5 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. 1 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે. જોકે, આ દરમિયાન અતિભારે વરસાદની આગાહી નથી.

આપને જણાવી દઈએ કે, રવિવાર અને સોમવારે એમ સતત બે દિવસ ગુજરાતે માવઠાનો માર સહન કર્યો છે. રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ પડતાં જાણે કે ચોમાસું બેસી ગયું હોય તેવો સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખેડૂતોને તો આ માવઠાએ ભારે આઘાત આપ્યો છે. એક તરફ ખેતી દિવસેને દિવસે મોંઘીદાટ બનતી જાય છે તો બીજી તરફ આ પ્રકારના કુદરતી ફટકાથી ખેડૂતો માટે જીવન જીવવું ભારે પડકારરુપ બન્યું છે.

બિયારમ, જંતુનાશનક દવાઓ તેમજ ખેતમજૂરી પણ મોંઘી થવા ઉપરાંત જો કુદરત પણ ફટકો મારે તો ખેડૂતો માટે આગે કુઆ, પીછે ખાઈ જેવી દયનીય સ્થિતિ ઊભી થાય છે. ગુજરાતના ખેડૂતો માટે ડિસેમ્બર મહિનો રાહતનો સંદેશ લઈને આવવાનો નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button