ગુજરાત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે

ચાંડુવાવના કાર્યક્રમમાં સંબોધન કરશે : મંદિરે ધ્વજા રોહણ : શનિવારે જુનાગઢ રૂપાયતનમાં સ્મૃતિ ગ્રંથનું વિમોચન

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે આજે આયોજિત વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઇ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે. કાલે બીજા દિવસે સવારે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જુનાગઢ જવા પ્રસ્થાન કરશે. આજે સાંજે 5.30 કલાકે તેઓ સભાને સંબોધન કરશે.

અમિતભાઇ શાહે આજે મંદિરની મુલાકાતે આવશે. સાંજે દીવ એરપોર્ટ થઇને ઝારખંડથી સીધા અહીં પહોંચશે અને સોમનાથ હેલીપેડ પર પહોંચશે જયાંથી તેઓ નાઇટ હોલ્ટ માટે સર્કિટ હાઉસ પહોંચશે. તેઓ બીજા દિવસે શનિવારે સવારે ધ્વજારોહણ, સોમેશ્વર પૂજન, ગંગાજળ અભિષેક અને સોમનાથના દર્શન કરશે. ત્યારબાદ તેઓ હેલીકોપ્ટર મારફતે જુનાગઢ જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે સાંજે આયોજિત વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઇ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે.

બીજા દિવસે સવારે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે. ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જુનાગઢ જવા પ્રસ્થાન કરશે. સર્કિટ હાઉસ નાઇટ હોલ્ટ કરશે તો સંધ્યા દર્શન અને શનિવારે સવારે 10.30 કલાકે સોમનાથ મંદિરે ધ્વજા રોહણ, સોમેશ્વર પૂજા, ગંગાજળ અભિષેક સોમનાથ દર્શન કરી જુનાગઢ જવા રવાના થશે. શનિવારે ભગવાન સ્થિત રૂપાયતન સંસ્થામાં જુનાગઢના વિચાર પુરૂષ દિવ્યકાંત નાણાવટીના શતાબ્દી પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્મૃતિ ગ્રંથ દિવ્યકાંત નાણાવટી ભૂલાય તે પહેલાનું લોકાર્પણ કરશે.

જુનાગઢ
આવતીકાલે શનિવારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં આવી રહ્યા છે. આજે સોમનાથ રોકાણ બાદ આવતીકાલે રૂપાયતન સંસ્થામાં ગ્રંથ લોકાર્પણ કરશે જેમાં ભવ્ય આયોજનમાં માજી સાંસદ દિનુભાઇ સોલંકી, સહકારી અગ્રણી ડોલર કોટેચા, રૂપાયેતન સંસ્થાના ટ્રસ્ટી હેમંતભાઇ નાણાવટી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આવતીકાલે સવારના કેન્દ્રીય ગૃહમંત્રી જુનાગઢ ભવનાથ સ્થિત રૂપાયતન સંસ્થામાં હાજરી આપી પુસ્તકનું (ગ્રંથ) વિમોચન કરશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button