ભારત

મિઝોરમ વિધાનસભા ચૂંટણી ZPM બહુમત તરફ આગળ વધી, MNF 9 બેઠક પર આગળ

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઇઝોલમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ ચાલી રહી છે. મતગણતરી કેન્દ્રની બહાર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મિઝોરમની 40 વિધાનસભા બેઠક પર ચૂંટણીનું પરિણામ માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના શરૂઆતના ટ્રેન્ડમાં ઝોરમ પીપુલ્સ મૂવમેન્ટ (ZPM) 21 બેઠક પર આગળ ચાલી રહી છે. સત્તા પર રહેલી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને 9 બેઠક જ્યારે કોંગ્રેસ 5 બેઠક પર આગળ છે. મિઝોરમમાં 1984થી ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર રહી છે. આ વખતે જોવુ રસપ્રદ રહેશે કે MNFના જોરમથંગા પોતાની સરકાર બચાવી શકે છે કે પછી રાજ્યના પૂર્વ આઇપીએસ લાલદુહોમાના નેતૃત્વમાં બનેલી નવી રાજકીય પાર્ટી જોરમ પિપુલ્સ મૂવમેન્ટ (ZPM) કોઇ નવા રાજકીય સમીકરણ બનાવશે.

મતગણતરી કેન્દ્ર પર ચાલી રહી છે તૈયારીઓ

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઇઝોલમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ ચાલી રહી છે. મતગણતરી કેન્દ્રની બહાર સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

લાલદુહોમાનો પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો

પૂર્વ આઇપીએસ લાલદુહોમા પોતાના દમ પર મિઝોરમમાં સરકાર બનાવવાની વાત કરી રહ્યાં છે. ઝોરમ પિપુલ્સ મૂવમેન્ટના પ્રમુખ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ ભ્રષ્ટાચાર, રોજગાર અને વિકાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, તેમણે કહ્યું, તેમને પુરો વિશ્વાસ છે કે પાર્ટી પોતાના દમ પર એકલા સરકાર બનાવવા જઇ રહી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે કેટલીક ગેરંટી સાથે મિઝોરમમાં ચૂંટણીમાં ઉતરી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ લાલસાવતાએ કહ્યું કે જનતાનો સાથ કોંગ્રેસને મળ્યો છે અને અમે સરકાર બનાવીશું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button