રાજકોટમાં વ્યાજની સંપૂર્ણ રકમ મળી ગયા બાદ પણ ઉઘરાણી કરતા વ્યાજખોરોએ માસીની નજર સામે જ 13 વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના
વિગતો મુજબ, દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાના માસીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના ભાઈએ એજાઝની પત્ની મિત્તલ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હદતા.

ગુજરાતમાં વ્યાજખોરો ફરી બેફામ બન્યા છે. રાજકોટમાં વ્યાજની સંપૂર્ણ રકમ મળી ગયા બાદ પણ ઉઘરાણી કરતા વ્યાજખોરોએ માસીની નજર સામે જ 13 વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જે મામલે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો મુજબ, દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાના માસીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના ભાઈએ એજાઝની પત્ની મિત્તલ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હદતા. જેના જામીનમાં મહિલા વચ્ચે પડીને મિતલને પૈસા આપી દીધા હતા. છતાં એજાઝના પિતા હકુભા ખીયાણી, તથા તેના માણસો મહિલાના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરતા હતા. જેને લઈને મહિલાની મોટી દીકરીએ આરોપીઓ વિરુદ્ધ રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ મામલે સમાધાન કરવા તમામ આરોપીઓ મહિલાના ઘરે આવ્યા હતા અને ગાળો આપીને મહિલા સહિત બે ભાણેજ અને પુત્રને જબરજસ્તી કારમાં બેસાડીને લઈ ગયા હતા. બાદમાં ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ વાડીમાં લઈ જઈને માસીની નજર સામે જ 13 વર્ષની ભાણેજ પર આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું.
આ બાદ મહિલા અને તેની ભાણેજને ભગવતીપરામાં આવેલા ડેલા ખાતે લઈ ગયા હતા અહીં પુત્ર એજાઝ અને વહુ મિતલની સામે જ સસરા હકુભાએ કારમાં ફરી એકવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી નાસી ગયા હતા. સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે શહેર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.