બેંગ્લુરુમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે 6 રને જીત મેળવી છે.
ભારત માટે મુકેશ કુમારે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 32 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તો સ્પીનર રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ અને અર્શદીપ સિંહે 40 રનમાં 2 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલે 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.

બેંગ્લુરુમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે 6 રને જીત મેળવી છે. આ સાથે જ ભારતી ટી-20 સીરિઝ 4-1થી કબ્જે કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 154 રન જ બનાવી શકી હતી.
ભારત માટે મુકેશ કુમારે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 32 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તો સ્પીનર રવિ બિશ્નોઈએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ અને અર્શદીપ સિંહે 40 રનમાં 2 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલે 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા માટે બેન મેકડોર્મેટે 36 બોલમાં 54 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર ટ્રેવિસ હેડે 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. અંતમાં કેપ્ટન મેથ્યૂ વેડે 15 બોલમાં 22 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે ટિમ ડેવિડે 17 અને મેથ્યૂ શોર્ટે 16 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ આંકમાં સ્કોર કરવામાં સફળ રહ્યો નહોતો. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે લડાયક અડધી સદી ફટકારી હતી. અય્યરે 37 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે અંતમાં અક્ષર પટેલે પણ 21 બોલમાં 31 રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને યશસ્વી જયસ્વાલે ઝડપી શરૂઆત અપાવી હતી. યશસ્વીએ ઋતુરાજ સાથે 33 રનની ભાગીદારી કરી હતી. યશસ્વીને જેસન બેહરનડોર્ફે આઉટ કર્યો હતો. યશસ્વીએ 15 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. યશસ્વી બાદ ભારતે ઋતુરાજ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહની વિકેટ સસ્તામાં ગુમાવી હતી.
ભારત (પ્લેઈંગ ઈલેવન): યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડેર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન), બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંગા.