ભારત

પક્ષના મોવડીઓ હારેલી બાજી જીતી શકે છે 2024માં ભાજપનું કામ આસાન બન્યું

કાર્યકર્તાઓ જો પક્ષમાં અને તેના નેતૃત્વમાં પ્રચંડ વિશ્વાસ ધરાવતા હોય તો પછી તે મતદારોમાં પણ વિશ્વાસ પ્રેરી શકે છે તે ભાજપે સાબીત કરી દીધુ છે.

ચાર રાજયોની ધારાસભા ચૂંટણીના પરિણામો એ સાબીત કરી દીધું છે કે વિશ્વના સૌથી મોટા રાજકીયપક્ષે ફકત ચુંટણી જીતવાની જ નહી હારેલી બાજી કઈ રીતે જીતવી તે પણ શિખી લીધુ છે અને તેથી ભાજપ મોવડીમંડળની ક્ષમતામાં કાર્યકર્તાઓનો ભરોસો કે વિશ્વાસ જે ગણો તે વધી ગયા છે અને આ એક સૌથી મોટુ ફેકટર છે. કાર્યકર્તાઓ જો પક્ષમાં અને તેના નેતૃત્વમાં પ્રચંડ વિશ્વાસ ધરાવતા હોય તો પછી તે મતદારોમાં પણ વિશ્વાસ પ્રેરી શકે છે તે ભાજપે સાબીત કરી દીધુ છે. તેલંગાણામાં ભાજપને જો નંબર ત્રણ-ચાર મળ્યા હોય તો તેઓ આ ફેકટરને દોષ ગણી શકાય નહી. દક્ષિણનું રાજકારણ જ જુદુ છે. 2024ની દ્રષ્ટિએ જો કે બેઠકોની સંખ્યામાં ભાજપને બહુ લાંબો ફર્ક પડતો ના હોય તો પણ પક્ષને આ પ્રચંડ વિજય એ અન્ય રાજયોમાં કાર્યકર્તામાંથી મતદારોને ભાજપ સાથે રાખવામાં મોટો સંકેત છે.

ખાસ કરીને કર્ણાટક-હિમાચલમાં પરાજયે ભાજપ પક્ષમાં પ્રશ્નો ઉભા કર્યા હતા તેનો જવાબ મળી ગયો છે. 2024માં ભાજપે જે 350થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાં આ બહું જરૂરી હતું. ચાર-ચાર વખતથી એન્ટી ઈન્કમબન્સીને ખાળીને પણ 165 બેઠકો જીતી તે કોઈ નાની સિદ્ધિ નથી. ગુજરાત તો મોદી-શાહના હોમ ગ્રાઉન્ડ હતા તેથી 156 બેઠકો મળી તે જે ચર્ચા હતી તેમાં પણ જવાબ મળી ગયો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button