ગુજરાત

મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે

ગુજરાતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પકડાયું, દોઢ વર્ષથી ચાલતો ઉઘરાણીનો ધંધો

ગુજરાતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પકડાયું, દોઢ વર્ષથી ચાલતો ઉઘરાણીનો ધંધો

ગુજરાતમાં સરકારમાં ઠગબાજીના એક બાદ એક ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ દાહોદમાં નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું હતું, ત્યાં હવે આખું નકલી ટોલનાકું સામે આવ્યું છે. મોરબીના વાંકાનેરમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હોવાનો મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. આટલા સમયથી વાહન ચાલકો પાસેથી ઊઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે નિવૃત્ત આર્મીમેન જ આ નકલી ટોલનાકું ચાલવતો હોવાનો આરોપ લાગ્યો છે.

વિગતો મુજબ, મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું ચાલતું હોવાના આરોપ સાથે વીડિયો વાઈરલ થયો છે. વઘાસિયા ટોલ પ્લાઝા પર નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલાય છે, પરંતુ વાહન ચાલકોને આ ટેક્સ મોંઘો પડતો હોવાથી પાસે જ બાયપાસ બનાવીને બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખીને નકલી ટોલનાકું ઊભું કરી નાખવામાં આવ્યું. આરોપ છે કે, દોઢ વર્ષથી વાહન ચાલકો પાસેથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી છે. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલાય છે.

આ મામલે વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર દ્વારા સિરામિક યુનિટના માલિકોને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પગલા જ લેવામાં આવ્યા નથી. જેના કારણે બેરોકટોક નકલી ટોલનાકું ધમધમી રહ્યું છે. આરોપ છે કે વઘાસિયા ગામના જ નિવૃત્ત આર્મીમેન અને કેટલાક માથા ભારે લોકો દ્વારા આ ટોલનાકું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું તંત્ર રજૂઆત કરવા છતાં કેમ પગલા નથી ભરી રહ્યું, કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે ટોલનાકું ચાલી રહ્યું છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.

ઉલ્લેખનિય છે કે, બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી ભાડે રાખી અને ત્યાંથી આ વાહનો પસાર કરતા હતા.વ્હાઇટ હાઉસ ફેક્ટરી ના માલિક અમરસિંહ હોવાની હકીકત સામે આવી છે.

આ સમગ્ર મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કલેક્ટર સાથે વાત કરી હતી અને કલેક્ટરને તાત્કાલિક પગલા લેવા જણાવ્યુ છે તેમજ  સાંજ સુધીમાં તપાસનો રિપોર્ટ આપશે. સમગ્ર ઘટના મીડિયામાં ઉજાગર થતાં હવે પ્રસાશન જાગ્યું છે, ક્લેક્ટરને સમગ્ર મામલે તપાસ કરવાના અને રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button