ઈકોનોમી

સેન્સેકસ 68900 ને વટાવી ગયો: હેવીવેઈટથી માંડીને રોકડાના મોટાભાગના શેરોમાં ઉછાળો

વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજયોમાં ભાજપના વિજયને શેરબજારે વધાવ્યુ હોય તેમ આજે સેન્સેકસમાં 1400 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજયોમાં ભાજપના વિજયને શેરબજારે વધાવ્યુ હોય તેમ આજે સેન્સેકસમાં 1400 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેકસ તથા નીફટી બન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીનાં તમામ ક્ષેત્રોનાં મોટાભાગનાં શેરો ઉંચકાયા હતા. શેરબજારમાં આજે માનસ તેજીનું હતું શરૂઆત જ ગેપઅપ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ભાજપની જીતથી ભગવા પાર્ટીની રાજકીય સ્થિતિ વધુ મજબુત બન્યાની અને 2024 ની ચૂંટણીમાં પણ જીતની હેટ્રીકમાં સરળતા રહેવાની છાપથી સારી અસર હતી. આ સિવાય રાજયસભામાં મોટો લાભ થવાના સંજોગોમાં બંધારણીય સુધારા લાગુ કરવામાં સરળત રહેવાના આશાવાદની સારી અસર હતી. વિદેશી નાણા સંસ્થાઓ નવેસરથી ખરીદી કરવા લાગી ગયા હોવાના રીપોર્ટથી નવો ટેકો મળ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભાજપની રાજકીય જીતથી તેજી માટેનું નવુ મજબુત કારણ મળ્યુ છે. માર્કેટ તેજીના નવા ઝોનમાં પ્રવેશી જવાનો અંદાજ છે. શેરબજારોમાં આજે મોટાભાગનાં શેરો ઉછળવા સાથે ઈન્વેસ્ટરોની સંપતિમાં મોટી વૃધ્ધિ થઈ છે. અદાણી ગ્રુપનાં શેરો ઝળકયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, એનટીપીસી, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, જેવા શેરો ઉંચકાયા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1000 પોઈન્ટથી વધુનાં ઉછાળાથી નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. 1040 પોઈન્ટ ઉંચકાઈને 67521 સાંપડયો હતો જે ઉંચામાં 68587 તથા નીચામાં 68274 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 308 પોઈન્ટના ઉછાળાથી 20576 હતો જે ઉંચામાં 20602 તથા નીચામાં 20507 સાંપડયો હતો. મીડકેપ નીફટી 43836 ની નવી ઉંચાઈએ હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button