ભારત

પુર્વ આઈપીએસ અધિકારી લાલડુહોમા મીઝોરામના નવા મુખ્યમંત્રી બને તેવા સંકેત છે ,

ઈન્ડીયાના સુરક્ષા અધિકારી રહી ચૂકેલા લાલડુહોમાએ શાસક મોરચાને આંચકો આપ્યો

મિઝોરામની ધારાસભા ચુંટણીમાં ચાર વર્ષ પુર્વે જ રચાયેલા ઝોરમ પીપલ્સ મુવમેન્ટ એ 40 બેઠકોની વિધાનસભાએ 27 બેઠકો પર લીડ લઈને બાજી મારી લીધી છે તો શાસક મિઝો નેશનલ ફ્રન્ટને 11 તથા ભાજપને 2 અને કોંગ્રેસને એક બેઠક પર સરસાઈ ધરાવે છે.

હવે નવા પક્ષની સરકારનું નેતૃત્વ પુર્વ આઈપીએસ અધિકારી લાલડુહોમા કરી રહ્યા છે. તેઓ મીઝોરામના નવા મુખ્યમંત્રી બને તેવા સંકેત છે. તેઓએ રાજયની રાજનીતિના સમીકરણ જ બદલી નાખ્યા છે. તેઓએ નવા પક્ષની રચના કરીને રાજકારણમાં ઝંપલાવ્યુ હતું. તેઓ 1972થી 1977 સુધી રાજયના મુખ્યમંત્રીના સલાહકાર રહી ચૂકયા છે.

તેઓ 1982માં પુર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીના સુરક્ષા પણ કામગીરી બજાવી ચૂકયા છે તથા 1982ના એશિયાઈ ખેલ મહોત્સવની કમીટીના સભ્ય પણ રહી ચૂકયા છે. તેઓએ પોલીસ સંસદમાં રાજીનામા કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા હતા. 1988માં લોકસભામાં ચુંટાયા હતા પણ પક્ષપલ્ટો કરતા તેમનું સભ્યપદ રદ થયું હતું. બાદમાં તેઓએ પોતાનો પક્ષ સ્થાપ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button