અયોધ્યામાં બની રહેલા દિવ્ય-ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કાશીના 21 વૈદિક વિદ્વાન કરાવશે
વૈદિક વિદ્વાનોની ટીમમાં ચાર વેદોના જ્ઞાની સામેલ થશે: સોશિયલ મીડીયા પર રામમય માહોલ કરવા તૈયારી

અયોધ્યામાં બની રહેલા દિવ્ય-ભવ્ય રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કાશીના 21 વૈદિક વિદ્વાન કરાવશે. વૈદિક વિદ્વાનોના સમૂહમાં ચાર વેદોના તાની હશે. પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો સંપૂર્ણ કર્મકાંડ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના આચાર્યત્વમાં થશે તો યજમાન વડાપ્રધાન મોદી હશે. રામમંદિર નિર્માણ ટ્રસ્ટે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કરવાની જવાબદારી કાશીના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતને સોંપી છે. તેમના માર્ગદર્શનમાં થનાર કર્મકાંડ માટે લક્ષ્મીકાંતના પુત્રો જયકૃષ્ણ દીક્ષિત અને સુનીલ દીક્ષિત 22 જાન્યુઆરીએ મૃગશિરા નક્ષત્રમાં દિવસે 11.30 થી 12.30 દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે મુખ્ય પૂજન કરાવશે. ષોડશોપચાર પૂજન બાદ મૂર્તિ પર સક્ષત છોડવામાં આવશે અને પહેલી આરતી બાદ રામલલા ભકતોને દર્શન આપશે. અનુષ્ઠાન માટે કાશીના વિદ્વાનોનું જૂથ 16 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચી જશે.
સોશિયલ મીડીયા પર રામમય માહોલ કરવાની તૈયારી: રામલલાના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન 22 જાન્યુઆરી સુધી દેશભરમાં રામમય માહોલ કરવાની તૈયારી ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ અને આરએસએસના કાર્યકર્તા 5 લાખ મંદિરો અને 10 કરોડ પરિવારો સુધી સંપર્ક કરવામાં લાગ્યા છે. ઘરોમાં ભજન-કીર્તન અને અખંડ રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પાઠના કાર્યક્રમ યોજવામાં આવશે તો રાજયની યોગી સરકાર પણ મંદિરના ઉદઘાટન કાર્યક્રમને ઐતિહાસિક બનાવવામાં લાગી છે.
યોગીની ઈચ્છા છે કે પુરા રાજયમાં માત્ર જમીની સ્તર પર રામમય માહોલ ન બનાવવામાં આવે બલકે વિભિન્ન સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પણ પહેલા બે મહિલા સુધી પુરેપુરું રામમય વાતાવરણ પેદા કરવામાં આવે. રામમંદિર પર ઉદઘાટન પહેલા અયોધ્યાના વિકાસ રામમંદિર અને શ્રીરામ સાથે જોડાયેલ કથાઓનો સોશિયલ મીડીયા પર જોરશોરથી પ્રચાર કરાશે.



