ગુજરાત
આણંદમાં એસટી પ્રશાસને સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરાયાનો પર્દાફાશ થયો
સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં એસટી પ્રશાસનનાં અધિકારીઓએ જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું.

આણંદમાં એસટી પ્રશાસને સ્વચ્છતાના નામે માત્ર ફોટો સેશન કરાયાનો પર્દાફાશ થયો છે. શુભયાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માત્ર નાટક જ કરાયાનું સામે આવ્યું છે. સ્વચ્છતા અભિયાનને લઈ બસ સ્ટેશનમાં એસટી પ્રશાસનનાં અધિકારીઓએ જાતે જ કચરો નંખાવ્યો હતો અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સફાઈ કરાવી ફોટો સેશન કર્યું હતું. જાતે જ કચરો નાંખતો વીડિયો વાયરલ થતા આણંદ એસટી પ્રશાસનના તમાશાની પોલ ખૂલી છે. આ અંગે સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલનો સંપર્ક કરતા સમગ્ર ઘટના અંગે અજાણતા દર્શાવી હતી.
Poll not found



