ગુજરાત

લોકસભાની ચૂંટણીના પડઘમ હવે ગાજવા લાગ્યા છે અને રાજકોટ સહિત રાજયભરમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

ચૂંટણીપંચનો નિર્ણય: ગાંધીનગરમાં અધિક કલેકટર્સની બેઠકમાં સુચના: પ્રથમ વખત આ પ્રકારની કામગીરી થશે

લોકસભાની ચૂંટણીના પડઘમ હવે ગાજવા લાગ્યા છે અને રાજકોટ સહિત રાજયભરમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ચૂંટણીપંચ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચૂંટણી અનુસંધાને મીટીંગો ઉપરાંત વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ તાલીમના તબકકાનો પ્રારંભ કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ સહિત રાજયભરના નાયબ ચૂંટણી અધિકારીની તાલીમનો એક કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી વિવિધ તાલીમો ચૂંટણીપંચના અધિકારીએ આપી હતી. ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીમાં હવે રાજકોટ સહિત રાજયભરના તમામ જીલ્લાઓમાં સૌ પ્રથમવાર તમામ બુથોનું વેબકાસ્ટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. આ બાબતે પણ નાયબ ચૂંટણી અધિકારીઓને વિશેષ જાણકારી સાથે તાલીમ આપવામાં આવેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જીલ્લામાં 2293 મતદાન મથકો છે. ત્યારે રાજયભરમાં 51 હજારથી વધુ મતદાન મથકો આવેલા છે. આ તમામ બુથો ઉપર લોકસભાની ચૂંટણીમાં વેબકાસ્ટીંગ કરવાનો નિર્ણય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ જીલ્લામાં 1100 જેટલા બુથો ઉપર વેબકાસ્ટીંગ કરવામાં આવેલ હતું. જોકે હવે તમામ બુથો ઉપર વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર વેબકાસ્ટીંગ કરવાના નિર્ણયથી ખાસ કરીને બુથ કેપ્ચરીંગ માથાકુટો મતદાનમાં ગોટાળા સહિતની બાબતો અટકશે. ગઈકાલની મીટીંગ દરમ્યાન લોકસભાની ચૂંટણીને લઈને ઝોનલ રૂટ વિવિધ કમીટી, મતદાન મથક, સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બુથો રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ચૂંટણી સ્ટાફ ડેટા એન્ટ્રી સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત અમુક બુથોમાં 1500થી વધુ મતદારો થાય છે. આવા બુથો ઉપર કામચલાઉ બુથો પણ બનાવાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button