ભારત

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે. ભાજપના વિજેતા ઉમેદવારોમાં સાંસદ બાબા બાલકનાથનું નામ પણ સામેલ છે.

3 ડિસેમ્બરે આવેલા ચાર રાજ્યોના પરિણામો અનુસાર ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી છે. ભાજપના વિજેતા ઉમેદવારોમાં સાંસદ બાબા બાલકનાથનું નામ પણ સામેલ છે. હવે નવા ચૂંટાયેલા ધારાસભ્ય બાબા બાલકનાથે તેમના લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનની સાથે જ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામની ચર્ચા ચાલી રહી છે. આમાં બાબા બાલકનાથનું નામ પણ સામેલ છે. બાબા બાલકનાથના સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર ચર્ચાનું બજાર ગરમાયું છે. મહંત બાલકનાથના રાજીનામા બાદ એક વાત તો નક્કી થઈ ગઈ છે કે તેઓ હવે રાજસ્થાન વિધાનસભામાં હાજર રહેશે.

3 ડિસેમ્બરે આવેલા ચાર રાજ્યોના પરિણામો અનુસાર ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓના નામને લઈને ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. બાબા બાલકનાથના રાજીનામા બાદ રાજસ્થાનના રાજકીય વર્તુળોમાં મુખ્યમંત્રી પદ માટે તેમના નામની ફરી ચર્ચા થવા લાગી છે. બાલકનાથના લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ રાજસ્થાન વિધાનસભામાં તેમની હાજરી નિશ્ચિત છે. શું તેઓ મુખ્યમંત્રી તરીકે રાજસ્થાન વિધાનસભામાં હાજર રહેશે? આ અંગે નિર્ણય આવવાનો બાકી છે. જોકે, બાલકનાથના રાજીનામા બાદ ચર્ચાઓનું બજાર ગરમાયું છે.

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ભાજપે હજુ સુધી કોઈ નામની જાહેરાત કરી નથી. રાજસ્થાનના સીએમને લઈને સૌથી વધુ ચર્ચિત નામોમાં બાબા બાલકનાથ અને વસુંધરા રાજેનું નામ સામેલ છે. આ સિવાય દિયા કુમારી, ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ પણ ચર્ચામાં છે. રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેની ગઈકાલે રાત્રે દિલ્હીની મુલાકાત બાદ તેમના નામની ચર્ચાઓ ઝડપથી ફેલાઈ રહી હતી. જોકે, ભાજપે હજુ સુધી રાજસ્થાનના સીએમના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી ટૂંક સમયમાં સીએમના નામની જાહેરાત કરી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button