ભારત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમને ડરાવી શકાય નહીં અથવા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા દબાણ કરી શકાય નહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર PM મોદીના વખાણ કર્યા છે. વાત જાણે એમ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમને ડરાવી શકાય નહીં અથવા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા દબાણ કરી શકાય નહીં. આ સાથે પુતિને પીએમ મોદીના કડક વલણની પ્રશંસા કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના કાર્યાલયે 14મા VTB ઈન્વેસ્ટમેન્ટ ફોરમ ‘રશિયા કોલિંગ’માં પુતિનને ટાંકીને કહ્યું,  હું કલ્પના કરી શકતો નથી કે મોદી ભારત અને ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કોઈ પગલું ભરશે અને PM મોદી ડરાવી, ધમકાવી અથવા નિર્ણયો લેવાની ફરજ પાડી શકાય. અને આવા દબાણ છે, હું જાણું છું. જોકે હું અને તેઓ આ વિશે ક્યારેય વાત પણ કરતા નથી. હું ફક્ત બહારથી શું થઈ રહ્યું છે તેનું અવલોકન કરું છું અને કેટલીકવાર સાચું કહું તો ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા અંગેના તેમના કડક વલણથી મને આશ્ચર્ય થાય છે.

પુતિને ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, હું કહેવા માંગુ છું કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો તમામ દિશામાં પ્રગતિશીલ છે અને PM મોદીએ અપનાવેલી નીતિ તેની મુખ્ય ગેરેન્ટર છે. તે ચોક્કસપણે વિશ્વ રાજકીય હસ્તીઓના જૂથનો છે જેમના વિશે મેં નામ લીધા વિના વાત કરી.  ભારત અને રશિયા વચ્ચે વધતા વેપાર અંગે રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, ગયા વર્ષે તે 35 અબજ ડોલર પ્રતિ વર્ષ હતું અને આ વર્ષના પ્રથમ છ મહિનામાં તે પહેલાથી જ 33.5 અબજ ડોલર છે. તેનો અર્થ એ છે કે તેનો વધારો નોંધપાત્ર હશે. તેમણે કહ્યું, ‘હા, અમે બધા સમજીએ છીએ કે રશિયન ઊર્જા સંસાધનો પર ડિસ્કાઉન્ટને કારણે ઘણી હદ સુધી ભારતને પસંદગીઓ મળે છે. સારું, તે ખરેખર યોગ્ય વસ્તુ કરી રહ્યા છે.

આ સાથે તેમણે કહ્યું, જો હું તેમની જગ્યાએ હોત તો, જો પરિસ્થિતિ આ રીતે વિકસિત થઈ હોત તો મેં પણ એવું જ કર્યું હોત. તેઓ પૈસા કમાય છે અને યોગ્ય રીતે. પરંતુ અલબત્ત આ પૂરતું નથી. અમારી પાસે ઘણી તકો છે. ખરીદ શક્તિ સમાનતા અને આર્થિક વોલ્યુમના આધારે વિશ્વની અર્થવ્યવસ્થાઓની વૈશ્વિક રેન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે અને રશિયા પાંચમા સ્થાને છે.

પુતિને પાંચ દેશોના નામ પણ આપ્યા. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, હું તમને યાદ અપાવી દઉં કે, આ ચીન, અમેરિકા, ભારત, જાપાન અને રશિયા છે. તેમણે એમ પણ કહ્યું,  આ વર્ષે ચીન સાથે અમારું વ્યાપાર ટર્નઓવર 200 અબજ રૂપિયાની નજીક છે, તો ભારત સાથે તેને વધારવું અમારા માટે યોગ્ય રહેશે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ રશિયન નેતાએ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હોય. નવેમ્બરની શરૂઆતમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે વૈશ્વિક સાઉથ અને ગ્લોબલ ઈસ્ટ જેવા ખેલાડીઓના ઉદયને કારણે વૈશ્વિક માળખું અને બહુધ્રુવીય ફેરફારો વિશે વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનને ટાંક્યું હતું. તેમણે જયશંકરની ટિપ્પણી ટાંકી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિશ્વ યુરોપ કરતાં વધુ છે અને વિશ્વ પશ્ચિમ કરતાં વધુ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button