ગુજરાત

સુરતના રત્નકલાકારો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રશિયા યુક્રેનનીની માઠી અસર સુરતના હીરા કારોબાર પર જોવા મળી રહી છે. જી-7 દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ લગાવી દીધો છે

બીજી બાજુ પોલીસ હીરાના ભાવ અત્યંત નીચે આવી જતા હીરા માર્કેટની સ્થિતિ ખરાબ ચાલી રહી છે. લોકો પાસે મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક પડી રહેલ છે જ્યારે ઇઝરાયેલમાં દર વર્ષે ભારત અંદાજિત 10,000 કરોડનો હીરાનો વેપાર કરતું આવ્યું છે.

સુરતના રત્નકલાકારો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રશિયા યુક્રેનનીની માઠી અસર સુરતના હીરા કારોબાર પર જોવા મળી રહી છે. જી-7 દેશોએ રશિયાના રફ હીરા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ભૂકંપ આવી ગયો છે. જી-7ના આ નિર્ણયને કારણે રત્નકલાકારોની બેરોજગારી વધે તેવી શક્યતા છે. સુરતના હીરા ઉદ્યોગમાં રશિયન રફ હીરાનો હિસ્સો ૩૦ થી ૩૫ ટકા છે. જેના થકી સુરતમાં રત્નકલાકારો ને કામ મળે છે. અલ રોઝા કંપની વર્ષે ૪ બિલિયન ડોલરથી વધુના રફ હીરા સુરતમાં વેચતી હતી. જી-૭ દેશો દ્વારા રશિયન રફ હીરાના આયાત પર લાગુ કરાયેલી પ્રતિબંધને કારણે સુરત હીરા ઉદ્યોગને મહત્તમ નુકસાન થશે.

રશિયાના રફ હીરાનું ઉત્પાદન કરતી અલ રોઝા કંપની દ્વારા રફ હીરા મહત્તમ રીતે સીધી કે આડકતરી રીતે સુરતના હીરા ઉદ્યોગમાં આવે છે. રશિયા દ્વારા આ હીરાના વેપારમાંથી પ્રતિ વર્ષ ૪ થી ૪.૫ બિલિયન ડોલરની કમાણી કરવામાં આવતી હતી.

સુરત શહેરની અંદર સૌથી મોટા બે ઉદ્યોગ આવેલા છે. બંને ઉદ્યોગોમાં  લાખો કામદારો સીધા સંકળાયેલા છે.  જ્યારે પણ આ બંને માર્કેટ ઉપર કોઈ અસર પડતી હોય છે તો તેની અસર લાખો કારીગરો પર પણ અને તેમના પરિવાર ઉપર પડતી હોય છે.  જો હીરા બજારની વાત કરવામાં આવે તો સુરત હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં પસાર થઈ રહ્યો છે. ઇઝરાયેલની અંદર જે યુદ્ધ શરૂ થયું હવે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. યુક્રેનમાં થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને સમય લાગ્યો હતો. ત્યારે જી7 દેશો દ્વારા રશિયાના રફ હીરા પર પ્રતિબંધ લગાવતા સુરતના હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button