ગુજરાત

આગામી માસમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે રાજયમાં જંગી મૂડી રોકાણની જાહેરાત શરૂ થવા લાગી છે અને અમેરિકન સોફટ ડ્રિંક જાયન્ટ કોકાકોલા પણ હવે ગુજરાતમાં રૂા. 3000 કરોડનું રોકાણ સાથે સાણંદ નજીક એક બેવરેજ પ્લાન્ટ સ્થાપી રહી છે

સાણંદ નજીક કંપનીના પ્લાન્ટ માટે જમીન ફાળવાઈ : પ્લાન્ટ પૂર્ણ ઓટોમેટેડ હશે અને રોબોટીક ટેકનોલોજીનો ઉપયોગ થશે : રાજયમાં બોટલીંગ અને પેકીંગ માટે નવા ઉદ્યોગ સ્થાપવા તૈયારી

આગામી માસમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે રાજયમાં જંગી મૂડી રોકાણની જાહેરાત શરૂ થવા લાગી છે અને અમેરિકન સોફટ ડ્રિંક જાયન્ટ કોકાકોલા પણ હવે ગુજરાતમાં રૂા. 3000 કરોડનું રોકાણ સાથે સાણંદ નજીક એક બેવરેજ પ્લાન્ટ સ્થાપી રહી છે સીધા વિદેશી મૂડી રોકાણના ભાગરૂપે કોકાકોલાની સબસીડરી ઇન્ટરનેશનલ રીફ્રેશમેન્ટ (ઇન્ડીયા) પ્રા.લી.ના મારફત આ મુડી રોકાણ ધ કોકાકોલા કંપની દ્વારા કરવામાં આવશે. રાજય સરકારના સુત્રોના જણાવ્યા મુજબ આ માટે સાણંદ પાસે 1.6 લાખ સ્કવેર મીટર જમીન કોકાકોલા કંપની માટે એલોટ કરવામાં આવી છે અને આગામી એક વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે.

ગુજરાતમાં કોકાકોલા તે બોટલીંગ પાર્ટનર મારફત મોટુ મુડી રોકાણ ધરાવે છે અને હવે આ વધુ એક મુડી રોકાણ ગુજરાત સરકારની ફાસ્ટટ્રેક સિસ્ટમ મારફત મંજુર કરવામાં આવી છે. સૌપ્રથમ કંપનીને અનુકુળ યોગ્ય જમીન ફાળવણી થઇ છે. આ પ્લાન્ટમાં કંપની તેના પીણાના મુળ બેવરેજ બેઝ ઉપરાંત કોન્સનટ્રેટ તૈયાર કરશે. આણંદ પાસે કોકાકોલાનો બીજો પ્લાન્ટ આવશે.

આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટેડ હશે અને તેમાં રોબોટીક ટેકનોલોજીનો ઉપયોગ હશે જેના કારણે ઉત્પાદન પ્રક્રિયાનું ડિવાઇસ આધારીત મોનીટરીંગ અને કંટ્રોલ સાથે સ્ટોરેજ તેમજ અન્ય સિસ્ટમ પણ ઓટોમેટીક હશે.

બાંધકામના તબકકે કંપની 1000 કુશળ સહિતના કામદારોને નોકરી આપશે અને એક વખત પ્લાન્ટ શરૂ થયા બાદ કુલ 400 લોકોને પ્લાન્ટમાં નોકરી મળશે. કોકાકોલા દેશમાં બે લાખ રીટેલર અને તેના પ્લાન્ટ મારફત મોટી સંખ્યામાં જોબ આપે છે, જયારે કોકાકોલા આવતા જ ગુજરાતમાં હવે પેકેજીંગ સહિતની ઇન્ડસ્ટ્રીઝને પણ તક મળશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button