શિયાળામાં સ્કુલ સ્વેટર કે ડ્રેસકોડના અમલનો આગ્રહ રાખી શકાશે નહીં
રાજય સરકાર દ્વારા શાળા સંચાલકોને વિન્ટર ડ્રેસકોડમાં ઠંડી મુજબ બાળકોને છુટછાટ આપવા આદેશ

ગુજરાતમાં ઠંડીનો દોર શરૂ થતા ખાસ કરીને સવારની શાળાઓમાં અભ્યાસ માટે આવતા ભુલકાઓને રક્ષણ માટે ગરમ વસ્ત્રો પહેરવાની આવશ્યકતા શરૂ થઇ છે તે સમયે શાળાઓ દ્વારા ચોકકસ રંગ અને ડિઝાઇનના સ્વેટર પહેરવાની ફરજ પાડવાની શકયતા વચ્ચે રાજય સરકારે એક આદેશમાં કોઇપણ શાળા શિયાળાના સમયમાં સ્વેટર અને યુનિફોર્મ બાબતમાં ખાસ આગ્રહ રાખી શકશે નહીં. અનેક શાળાઓના યુનિફોર્મમાં ફ્રોક, સ્કટ તેવા પૂરા શરીર ન ઢંકાય તેવા વસ્ત્રો પણ હોય છે પરંતુ શિક્ષણ મંત્રીએ આપેલી સુચના મુજબ શાળાઓએ શિયાળાના સમયમાં ડ્રેસકોડના અમલનો આગ્રહ રાખવાનો રહેશે નહીં.
રાજય સરકારે પ્રાથમિક શાળાઓમાં આ એક સ્પષ્ટ સરકયુલર ઇસ્યુ કરવાની સૂચના આપી છે અનેક જિલ્લાઓમાં વિરોધાભાસી પરિપત્રના કારણે જે રીતે ભુલકાઓને શાળા માન્ય રંગના સ્વેટર કે તેવા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પાડવામાં આવે છે.
તે બાદ રાજય સરકારે આદેશ આપ્યો છે એટલું જ નહીં શાળાઓ પોતાના સ્વેટર કે ઉની વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખી શકશે નહીં. તાજેતરમાં જ રાજકોટ શિક્ષણાધિકારી દ્વારા ઇસ્યુ થયેલા પરિપત્રના મુદે વિવાદ સર્જાયો હતો. જોકે સરકારના આ પરિપત્ર છતાં શાળાઓ તેમાં કેટલું પાલન કરશે તે પણ પ્રશ્ન છે.
રાજયમાં જયારે હવે લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે ત્યારે સરકારના પરિપત્ર બાદ માતા-િ5તાઓ પોતાના સંતાનોને ઠંડી સામે રક્ષણ મળે તેવા વસ્ત્રો પહેરાવીને શાળાએ મોકલી શકશે.