રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટી ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત રહ્યો
ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફરી એક વાર રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરીને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. દર બે મહિને યોજાતી 3 દિવસની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક બુધવારે શરૂ થઈ હતી. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત છે. જો કે લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની કરવામાં આવશે પરંતુ એવું થયું નથી. એટલે કે સસ્તી લોન માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે.
છેલ્લે ફેબ્રુઆરીમાં દરોમાં વધારો કરવામાં આવ્યો હતો
નોંધનીય છે કે RBIએ તેની એપ્રિલની બેઠક બાદથી રેપોરેટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ છેલ્લે આ વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.50 કરવામાં આવ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવા માટે બેંકે મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં કુલ 2.5 ટકાનો વધારો કર્યો હતો. મે 2022 પહેલા રેપો રેટ 4 ટકા હતો, જે ફેબ્રુઆરી 2023માં 6.5 ટકા પર પહોંચ્યો હતો. આ વખતે રેપો રેટમાં કોઈ વધારો ન થવાને કારણે વ્યાજ દર સ્થિર રહેશે.



