ગુજરાત

રાજકોટ સહિત રાજ્યભરમાં આર.ટી.ઓ.નું સર્વર ઠપ્પ .

ગુજરાતમાં સરકારી તંત્રમાં વારંવાર સર્વર ઠપ્પ થઇ જવાનો પ્રશ્ન હવે સામાન્ય બની ગયો છે. ગમે ત્યારે સર્વર ટેકનીકલ કારણોસર ઠપ્પ થઇ જતાં અગત્યની સરકારી કામગીરી અને લોકોને સ્પર્શતી ફેસલેસ સેવાઓ ખોરંભે ચડી જાય છે. જેના પગલે વારંવાર ભારે દેકારો મચી જાય છે.

ગુજરાતમાં સરકારી તંત્રમાં વારંવાર સર્વર ઠપ્પ થઇ જવાનો પ્રશ્ન હવે સામાન્ય બની ગયો છે. ગમે ત્યારે સર્વર ટેકનીકલ કારણોસર ઠપ્પ થઇ જતાં અગત્યની સરકારી કામગીરી અને લોકોને સ્પર્શતી ફેસલેસ સેવાઓ ખોરંભે ચડી જાય છે. જેના પગલે વારંવાર ભારે દેકારો મચી જાય છે. મળતી વધુ વિગતો મુજબ વારંવાર પુરવઠા તંત્ર તથા સબ રજીસ્ટ્રાર તંત્ર અને આરટીઓનું સર્વર અનેકવાર ઠપ્પ થઇ જવાના દાખલા તાજા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓ તંત્રનું સર્વર ગઇકાલ સાંજથી ઠપ્પ થઇ જતાં આજરોજ રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં મહત્વની તમામ ઓનલાઇન કામગીરી ખોરંભે ચડી જતા હજારો અરજદારોમાં ભારે દેકારો મચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં આરટીઓ તંત્રના સુત્રોમાંથી મળી રહેલી વિગતો મુજબ ગઇકાલ સાંજથી રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓ કચેરીનું મુખ્ય સર્વર ટેકનીકલ કારણોસર ઠપ્પ થઇ ગયું છે અને રાજ્યભરમાં જુદી જુદી આરટીઓની ઓનલાઇન કામગીરીમાં એરર આવી રહી છે. જેના કારણે આરટીઓ તંત્રમાં ખાસ કરીને ડ્રાઇવીંગ ટ્રેક, ઓનલાઇન વાહન લાયસન્સ સહિતની ફેસલેસ કામગીરીઓ ઠપ્પ થઇ ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓનું સર્વર ઠપ્પ થઇ જતાં આજરોજ રાજકોટ આરટીઓ કચેરી ખાતે અસંખ્ય અરજદારોમાં ભારે દેકારો મચી ગયો હતો. ખાસ કરીને આરટીઓનો ડ્રાઇવીંગ ટ્રેક બંધ પડી જતાં

લાયસન્સ માટેની ટેસ્ટ દેવા આવેલા અસંખ્ય અરજદારોને કચેરીના ધરમ ધક્કા થયા હતાં. આ ઉપરાંત વાહન લાયસન્સ માટે આવેલા અનેક અરજદારોને કલાકો સુધી લાઇનમાં તપ કરવું પડ્યું હતું. પરંતુ આજે બપોર સુધી સર્વર ફરી ચાલુ ન થયું હોય અનેક અરજદારોને કચવાતા મને પરત ફરવું પડ્યું હતું.

દરમ્યાન આ પ્રશ્ન અંગે રાજકોટ આરટીઓ કચેરીના અધિકારી કે.એમ. ખપેડનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે ગઇકાલ સાંજથી રાજ્યભરમાં સર્વરનો પ્રશ્ન સર્જાયો છે અને દરેક પ્રકારની ઓનલાઇન કામગીરીમાં એરર આવી રહી છે તેમજ સર્વરની સમસ્યાને કારણે ડ્રાઇવીંગ ટ્રેક પણ બંધ પડી ગયો છે. સર્વરનો આ પ્રશ્ર્ન હલ કરવા માટે વડી કચેરીના ઇજનેરો દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંભવત: આવતીક સુધીમાં આ પ્રશ્ન હલ થઇ જશે તેવી આશા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button