ગુજરાત

ગુજરાતમાં નકલીનો રાફડો હોય તેમ હવે નકલી ડીવાયએસપીની જુનાગઢથી ધરપકડ કરવામાં આવી છે.

બનાવટી આઈકાર્ડ મળ્યું: જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઈવર વિનીત દવે પાસેથી બે પોલીસના આઈકાર્ડ ઉપરાંત જુનાગઢનાં પ્રિન્સીપાલ સીવીલ જજના નામનું આઈકાર્ડ પણ મળ્યું: 17 લોકોને નોકરીના નામે લાખો રૂપિયાના શીશામાં ઉતાર્યા હતા

બનાવટી આઈકાર્ડ મળ્યું: જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઈવર વિનીત દવે પાસેથી બે પોલીસના આઈકાર્ડ ઉપરાંત જુનાગઢનાં પ્રિન્સીપાલ સીવીલ જજના નામનું આઈકાર્ડ પણ મળ્યું: 17 લોકોને નોકરીના નામે લાખો રૂપિયાના શીશામાં ઉતાર્યા હતા .

ગુજરાતમાં નકલીનો રાફડો હોય તેમ હવે નકલી ડીવાયએસપીની જુનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપી તરીકે રોફ જમાવતા વિનીત દવે નામનાં આ શખ્સે 17 લોકોને પોલીસમાં નોકરીની લાલચ આપીને 2.11 કરોડમાં શીશામાં પણ ઉતાર્યા હોવાનું બહાર આવ્યુ છે. ગુજરાતમાં નકલી-બનાવટી-ખાદ્યપદાર્થોથી માંડીને અધિકારીઓ-પીએ તથા સરકારી કચેરી પણ પકડાઈ જ ચૂકી છે. ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ જુનાગઢમાંથી નકલી ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના મણીનગરમાં ઉતમ ગાર્ડન નજીક રહેતો વિનીત બંસીલાલ દવે ઉ.વ.37 નામનો આ શખ્સ ડીવાયએસપી તરીકે રોફ જમાવતા પકડાઈ ગયો હતો અને તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં વિનીત નામનો આ શખ્સ જયુડીશ્યલ કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી બે અસલી પોલીસ કર્મચારીનાં ઓળખપત્ર પણ મળી આવ્યા હતા.જેના ફોટા બદલાવીને પણ જરૂર પડયે ગુન્હાહીત કૃત્યો આચરતો હતો. ડીવાયએસપી તરીકે રોફ જમાવવા ઉપરાંત પોલીસમાં નોકરી અપાવી દેવાના નામે 17 લોકોને છેતર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

આ લોકો પાસેથી 2.11 કરોડ ખંખેર્યા હતા. જુનાગઢના જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે પોલીસમાં કે સરકારી નોકરીની લાલચ આપીને છેતરપીંડી કરતો શંકાસ્પદ શખ્સ જુનાગઢમાં એમ.જી.રોડ પર ઉભો હોવાની બાતમી મળતા પોલીસ ટીમને દોડાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા ભાંગી ગયો હતો અને ગુન્હાહીત કૃત્યોની કબુલાત આપી હતી. તેણે કબુલ્યુ હતું કે જુનાગઢ ફેમીલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.પરંતુ કોર્ટોમાં તેના વિરૂદ્ધ ઈન્કવાયરી ચાલુ હોવાથી લાંબા સમયથી ગેરહાજર છે.

તેના કબ્જામાંથી પાટણનાં અજીતસિંહ જીવાજી રાજપુત તથા વજુજી રાજપૂતનાં આઈકાર્ડ પણ મળી આવ્યા હતા. આ આઈકાર્ડ સાચા છે કે કેમ અથવા બન્નેને આવા બોગસ આઈકાર્ડ બનાવી અપાયા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.  આ શખ્સ પાસેથી ડીવાયએસપી તરીકેનું બનાવટી આઈકાર્ડ ઉપરાંત પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ જુનાગઢનાં નામનું આઈકાર્ડ, ત્રણ બેંકોના ક્રેડીટ કાર્ડ, મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચનાં પોલીસ ઈન્સ્પેકટર જે.જે.પટેલ, સબ ઈન્સ્પેકટર ડી.કે.ઝાલા જે.જે.ગઢવી વગેરેની ટીમે કામગીરી કરી હતી અને તેના વિરૂદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button