દિલ્હી-મુંબઈ હાઈવેથી પ્રારંભ .એકસપ્રેસ-વે સહિતના મુખ્ય હાઈવે પર શરૂ થશે હેલીકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા
300થી વધુ એડવાન્સ લાઈફ સપોર્ટ સીસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ ટોલ-પ્લાઝા પર તૈનાત કરવા વિચારણા કરી રહી છે તથા મુખ્ય હાઈવે પર 100 કિમીના અંતરે તાત્કાલીક સારવાર આપી શકાય તેમ છે

દેશમાં સતત નવા અને આધુનિક બનતા જતા હાઈવે સીકસ તથા એઈઠ લેન સુધી વિસ્તર્યા છે. જેના કારણે મુસાફરીનો સમય તથા ઈંધણ બન્ને બચવા લાગ્યા છે પણ તેની સાથે વધતા જતા વાહનો તથા અન્ય કારણોથી થતા અકસ્માતમાં હવે સરકાર હાઈવે પરના અકસ્માતમાં તાકીદની સારવાર મળી રહે તે માટે ડ્રોન- આધારીત મોનેટરીંગ સીસ્ટમ અને હેલીકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા આપવા માટે તૈયારી કરી રહી છે.
આ ઉપરાંત 300થી વધુ એડવાન્સ લાઈફ સપોર્ટ સીસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ ટોલ-પ્લાઝા પર તૈનાત કરવા વિચારણા કરી રહી છે તથા મુખ્ય હાઈવે પર 100 કિમીના અંતરે તાત્કાલીક સારવાર આપી શકાય તેમ છે. ટ્રોમા સેન્ટર શરૂ કરશે. સરકાર આ માટે અકસ્માતો માટે કુખ્યાત બ્લેક સ્પોટ ઓળખી ને ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરશે.
આ પ્રકારે નિશ્ચિત કરેલા સ્થાનો પાસે હેલીપેડ પણ બનાવાશે. આ માટે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ને પ્રથમ મોડેલ હાઈવે બનાવશે અને તેના અનુભવ બાદ એક બાદ એક એકસપ્રેસ વે તથા મોટા હાઈવેમાં તેનો અમલ કરાશે.



